તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના બાબરઘાટ ગામની સિમ માંથી પસાર થતો સ્ટેટ હાઇવે માર્ગ પર કાર અને બાઈક વચ્ચે થયેલા અકસ્માત માં બે જણા ને ઇજા પહોંચી બતી.કાર ચાલકે બાઇકને પાછળ થી ટક્કર મારતા કાર પલટી ગઈ હતી અને બાઈક દૂર ફેંકાઈ ગઈ હતી.
ઉચ્છલના કરોડ ગામમાં રહેતા ગુણવંતભાઈ રવિન્દ્રભાઈ વળવી અને રવિન્દ્રભાઈ હરજુભાઈ વળવી તા.૨૨મી જૂન નારોજ બાઈક નંબર જીજે-૨૬-કે-૦૮૫૪ લઈને પોતાના ઘરેથી ઉચ્છલ ખાતે પેટ્રોલ લેવા માટે નીકળ્યા હતા તે સમયે બાબરઘાટ ગામની સીમમાં સ્ટેટ હાઇવે માર્ગ પર પાછળ થી આવતી એક કાર નંબર એમએચ-૩૯-જે-૮૪૫૭ના ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બાઇકને પાછળથી ટક્કર મારી હતી.બાઈક પર સાવર ગુણવંતભાઈ વળવી અને રવિન્દ્રભાઈ વળવી બંને જણા ને શરીરે ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બાઇક ને પાછળ થી ટક્કર મારતા કાર પલટી ગઈ હતી અને બાઈક દૂર ફેંકાઈ ગઈ હતી સદનસીબે કોઈ જાન હાની થઇ ન હતી.બનાવ અંગે ગુણવંતભાઈ વળવીએ ઉચ્છલ પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ કરી છે.આગળની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application