રીંગરોડ કોહીનુર માર્કેટના વેપારી સહિત અન્યા પાંચ વેપારીઓ પાસેથી રીંગરોડ અંબાજી માર્કેટમાં ભાગીદારીમાં ધંધો કરતા ત્રણ ભાગીદારોએ ઉધાર રૂ.48.60 લાખનો કાપડનો માલ ખરીદ્યા બાદ પૈસા ચુકવવાના બદલે વેપારીઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુકામ બંધ કરી ભાગી છુટયા હતા.
ડુમસ રોડ કોપરસ્ટોનમાં રહેતા કરણભાઇ મહેન્દ્રપાલ કકર રીંગરોડ કોહીનર માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. સવા વર્ષ પહેલા રીંગરોડ અંબાજી માર્કેટમાં ખનક ડિઝાઇનના માલિક શ્રુતિ દિપેશ અગ્રવાલ,ગુંજન ફેબ્રિકસના માલિક પ્રદિપસિંઘ અને ખનક ડિઝાઇન તથા ગુંજન ફેબ્રિકસ ભાગીદાર દિપેશ અગ્રવાલે કરણભાઇનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દુકાને આવી મોટા વેપારી હોવાનું જણાવી લોભામણી અને લલચામણી વાતો કરી કરણભાઇને પોતાની વાતોમાં ફસાવ્યા હતા. ત્યારબાદ સમયસર પૈસા ચુકવી દેવાની બાંહધરી આપી કરણભાઇ પાસેથી તા.16-5-2019 થી 23-7-2019 દરમ્યાન રૂ.6.60 લાખનો ઉધાર સાડીનો માલ ખરીદ્યો હતો.
તે દરમ્યાન આ ત્રણેય જણાએ એમ.ડી ફેશનના માલિક રિંકેશ જૈન પાસેથી રૂ,7.83 લાખ,સેવન સ્ટાર ડિઝાઇનરના માલિક રમેશ જૈન પાસેથી રૂ.13.91 લાખ,મંગલશ્રી ક્રિયેશન પ્રા.લીના ડિરેકટર ઇશ્વરસિંઘ રાવ પાસેથી 6.77 લાખ,તિરૂપતિ સિન્થેટીકસના માલિક ભગવતી દેવી રાજારામજી કાબર પાસેથી રૂ.53 હજાર અને સચિયાર ટેક્ષટાઇલ્સન માલિક તરૂણ ગ્રોવર પાસેથી રૂ.12.85 લાખનો માલ ઉધાર ખરીદ્યો હતો. આમ 6 વેપારી પાસેથી કુલ રૂ.48.60 લાખનો માલ લીધા બાદ વાયદા પ્રમાણે પૈસા ન ચુકવ્યા હતા.
જેથી વેપારીઓએ પૈસા ઉઘરાણી કરતા તમામે ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યો હતો. તેમ છતાં વેપારીઓએ ઉઘરાણી ચાલુ રાખતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતા. વેપારીઓને હવે પછી પૈસાની ઉઘરાણી કરશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપી આજ દિન સુધી પૈસા ચુકવ્યા ન હતી. છેવટે કરણભાઇએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500