નર્મદા જિલ્લાના એક માત્ર વડા ગણાતા રાજપીપળા એસટી ડેપો માં વારંવાર અનેક તકલીફો જોવા મળે છે જેમાં હાલ ત્યાં સફાઈ કામગીરી કરતા 6 જેવા કર્મચારીઓને બે મહિના થી પગાર ન મળતા કામદારો દ્વારા સફાઈ કામગીરી 3 દિવસ થી બંધ કરી દેતા ડેપોના પ્લેટફોર્મ પર ભારે ગંદકી જોવા મળે છે.
જેમાં ત્યાં હાજર એસટી કર્મચારીઓ સહિત આવતા જતા મુસાફરો માં આવી ગંદકી અને ડસ્ટબીન પણ ઉભાઈ જતા મચ્છરો નો ઉપદ્રવ થાય તો કોઈ રોગચાળો ફેલાય તેવી પણ દહેશત સતાવી રહી છે.
જોકે ત્યાં હાજર સફાઈ કામદારો ના જણાવ્યા મુજબ બહાર ના કોન્ટ્રાક્ટર તો બહુ ખાસ અહીં આવતા નથી પરંતુ એમના સુપરવાઈઝર ને વારંવાર પગાર બાબતે રજુઆત કરવા છતાં કોઈ યોગ્ય જવાબ મળતો નથી અને વારંવાર પગાર બાબતે પૂછતાં છુટા કરવાની ધમકી પણ અપાઈ છે માટે અમે હાલ કામ બંધ કર્યું છે.
જ્યાં સુધી અમારો બાકી પગાર નહિ મળે ત્યાં સુધી અમે સફાઈ કામગીરી નહિ કરીયે તેમ ત્યારે ભરૂચ,નર્મદા એસટી ડિવિઝન માં બેઠેલા ઉચ્ચ અધિકારીઓ આ મામલે પગલાં ક્યારે લેશે તે જોવું રહ્યું.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500