Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ નગર માંથી બાળકો ઊંચકી લઇ જતી ટોળકી સોશિયલ મીડિયા પર સક્રિય !! લોકોમાં ભયના માહોલ 

  • June 22, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરમાં જુદાજુદા વિસ્તાર માંથી બાળકો ઉચકી લઇ જતી ટોળકી સક્રિય હોવાના ફરતા થયેલા મેસેજના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.લોકોએ સોશિયલ મીડિયા થકી એકબીજા પર મેસેજ મોકલી સાવચેત રહેવા માટે સંદેશા મોકલવાનું શરૂ કર્યું છે.બીજી તરફ ગામના જાગ્રત નાગરિક દ્વારા પાલિકાને લેખિતમાં ફરિયાદ કરી દરેક ફળીયામાં સીસીટીવી કેમેરા મુકવા માંગ કરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ નગર સહિતના વિસ્તારોમાં કેટલાક સમયથી બાળકો ઊંચકી લઇ જતી ગેંગ ફરતી હોવાની અફવાએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે.જેના કારણે પોલીસ પણ દોડતી થઇ ગઈ છે.સોનગઢ માંથી થોડા દિવસ પહેલા પરિવાર સાથે સુતેલા બે બાળકોને ઊંચકી લઇ જવાનો નિષ્ફળ પ્રયાસ કરનાર ઈસમો વિરૂધ્ધ પોલીસ મથકે જાણ કર્યા બાદ કિસ્સો વધુ ચર્ચામાં આવ્યો છે,નગરના રહીશોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.બાળકોને ઊંચકી લઇ જતી ગેંગ મુદ્દે એકબીજાને સોશિયલ મીડિયા પર સાવધાન રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે.એટલું જ નહીં પણ કોઈ અજાણ્યો ઇસમ નજરે પડે તો 100 નંબર પર ફોન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.અને સ્કુલ જતા બાળકોને થોડા દિવસ વાલીઓએ જ મુકવા જવા માટે વિનંતી કરવામાં આવી રહી છે.દિનપ્રતિદિન સોશિયલ મીડિયા પર ફેલાઈ રહેલી અફવાઓના પગલે નગરમાં બાળકોના વાલીઓમાં ચિંતા સાથે ચહેરા પર મૂંઝવણ નજરે પડી રહી છે.સોનગઢ નગરમાં રહેતા અમર હુંદાણી નામના યુવકે નગરજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં અરજી કરતા જણાવ્યું હતુકે,નગરમાં છોકરા છોકરીઓ અને ગાડીઓ ચોરી કરવાના બનાવો દિવસે અને દિવસે વધતા જાય છે.દરેક ફળીયામાં સીસીટીવી મુકવા વિચારણા કરવું અને બજારમાં મુકવામાં આવેલ સીસીટીવી કેમેરા ચેક કરવા રજૂઆત કરી છે.સમગ્ર મામલે સ્થાનિક પોલીસ સબસલામતના દાવા કરી રહી છે.ત્યારે લોકોમાં ફેલાયેલા ભય મુદ્દે પોલીસ અને પ્રજા વચ્ચે એક મીટીંગનું આયોજન કરવામાં આવે તે જરૂરી બન્યું છે.તેમજ સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.(ફાઈલ તસ્વીર)   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application