રાજપીપળા : યુપીના હાથરસ માં બનેલી બળાત્કારની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી મૂક્યો છે. સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે લોકો આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે ઉપરાંત તંત્ર દ્વારા આરોપીઓને બચાવવા ની તેમજ પીડિતાના પરિવારને હેરાન કરવાની ઘટનાઓ સામે આવી રહી છે.
ત્યારે લોકોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે જેમાં નર્મદા જિલ્લા ના કેવડિયા કોલોની ખાતે આદિવાસી મહિલાઓએ આ સર્મસાર ઘટના નો વિરોધ નોંધાવી બળાત્કારીઓને ફાંસીની સજા મળે તેમજ પીડિતાના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી સાથે આજે મામલતદાર ને આવેદન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ કેવડિયા છ ગામની આદિવાસી મહિલાઓ એ કેવડિયા ના આંબેડકર ચોક ખાતે યુપી માં થયેલ શાર્મશાર બળાત્કાર ની ઘટના ને વખોડી વિરોધ વ્યક્ત કર્યો હતો પ્લેકાર્ડ સાથે સુત્રોચાર કરી બળાત્કારીઓ ને ફાંસી ની સજા થાય અને પીડિતા ના પરિવાર ને ન્યાય મળે તેવી માંગ સાથે કેવડિયા મામલતદાર ને આવેદનપત્ર આપ્યુ હતું. (ભરત શાહ દ્વારા રાજપીપળા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500