રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચીખલી ખાતે ખાલી રહેલી બેઠકોમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોઍ ઓનલાઇન http://itiadmission.gov.in ઉપરથી નવીન પ્રવેશફોર્મ ભરી સંસ્થા ખાતે રૂ.૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારોઍ અગાઉ ઓનલાઇન પ્રવેશફોર્મ ભર્યુ હોઇ અને પ્રવેશ મેળવી શકયા ન હોય તેવા ઉમેવદવારોઍ અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી.
ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની તા.૦૫/૧૦/૨૦૨૦, પ્રવેશફોર્મ આઇ.ટી.આઇ.ખાતે રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તા.૨૧/૧૦/૨૦૨૦ ના સાંજે ૧૮-૦૦ કલાક સુધી, સંસ્થા ખાતે રૂબરૂ મુલાકાત અને પ્રવેશ અંગેની કાર્યવાહીની તા.૨૧/૧૦/૨૦ થી તા.૩૧/૧૦/૨૦ સુધી કરવામાં આવશે. તેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ચીખલીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application