તા.૨ જી ઓકટોબર થી તા.૦૮ ઓકટોબર-૨૦૨૦ સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વ્યકિતથી માંડીને સમસ્ત સમાજ નિર્વ્યસની બને એ દિશામાં વ્યકિતગત સંસ્થાઓ અને સરકાર દ્વારા પણ અનેકવિધ પ્રવૃત્તિઓ થતી રહે છે. નશાબંધી સપ્તાહની ઉજવણી દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે. નવસારી જિલ્લામાં નશાબંધી સપ્તાહની ઉજવણી અંતર્ગત ગામેગામ નશાબંધી રથ દ્વારા જાગૃતિ અભિયાન માટે મહિલા સંમેલન, માસ્ક તથા સોશિયલ ડિસ્ટેન્સીંગ તેમજ નશાબંધી પ્રચાર પ્રસાર માટે સાહિત્ય તથા પેમ્પલેટનું વિતરણ તેમજ પ્રદર્શન બતાવવામાં આવી રહયું છે.
નવસારી જિલ્લામાં નશાબંધી રથ તા.૦૪/૧૦/૨૦૨૦ ના રોજ ખેરગામ, તા.૦૫/૧૦/૨૦૨૦ ના રોજ ગણદેવી, તા.૦૬/૧૦/૨૦૨૦ ના રોજ જલાલપોર, તા.૦૭/૧૦/૨૦૨૦ ના રોજ નવસારી અને તા.૦૮/૧૦/૨૦૨૦ ના રોજ વાંસદા તાલુકાના ગામોમાં સવારે ૧૦-૦૦ થી ૫-૦૦ વાગ્યા દરમિયાન નશાબંધી જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કરશે. તેમ નશાબંધી અને આબકારી અધિકક્ષકની કચેરી નવસારી દ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500