નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. સરકારશ્રીના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરના જાહેરનામા તા.૧૩/૦૩/૨૦૨૦થી ધી એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭ અન્વયે ધી એપેડેમીક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન-૨૦૨૦ જાહેર કરેલ છે. ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે.
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના પગલારૂપે ભારત સરકારશ્રીની તા.૩૦/૫/૨૦૨૦ની નવી માર્ગદર્શિકા મુજબ તથા ગુજરાત સરકારના તા.૩૦/૫/૨૦૨૦ના જાહેરનામાથી લોકડાઉન સંદર્ભે નિર્દેશો આપેલ છે. મિશન ડાયરેકટરશ્રી, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન તા.૦૬/૦૪/૨૦૨૦ના પત્રથી કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલા હોય તેવા સુચિત વિસ્તાર નક્કી કરવા ગાઈડ લાઈન નકકી કરવામાં આવેલ છે.
જેના અનુસંધાને કોરોના વાયરસ COVID-19 ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ તાપી જિલ્લાના ઉચ્છલના હેલીપાડા અને વ્યારાના કોળીવાડ વિસ્તાર, સોનગઢમાં બ્રાહ્મણ ફળિયુ, પાથરડા કોલોની, ગૌમુખ ફળિયું દોણ, તથા નિઝરમાં પોલિસ લાઈન અને નિશાળ ફળિયુ નવીભવાલી ગામના કેટલાક વિસ્તારોને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરવામાં આવેલ હતા.
પરંતુ આ વિસ્તારમાં મળી આવેલ કોરોના પોઝીટીવ વ્યકિતઓની સારવાર બાદ સદર કેસ નેગેટીવ આવેલ છે તથા છેલ્લા ૧૪ દિવસના ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ આ વિસ્તારમાં COVID-19નો કોઈ નવો કેસ મળી આવેલ ન હોવાથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.જે.હાલાણી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અઘિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪, ઘી ગુજરાત એપેડેમીક ડિસીઝ એકટ ૧૮૯૭ની કલમ-૨ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૫ની કલમ-૩૦ તથા ૩૪ હેઠળ, ઉચ્છલ અને વ્યારા તાલુકામાં આ વિસ્તારોને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તરીકે જાહેર કરતો હુકમ તા.૦૨/૧૦/૨૦૨૦થી જ્યારે સોનગઢ નિઝરના વિસ્તારોમાં તા.૦૩/૧૦/૨૦૨૦થી ઉઠાવી લેવામાં આવ્યો છે.
આ અંગે વખતો-વખત પ્રસિઘ્ઘ કરવામાં આવેલ અન્ય તમામ જાહેરનામાં યથાવત રહેશે તથા ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘ્વારા આ૫વામાં આવેલ તમામ સુચના/માર્ગદર્શિકાઓનું ચુસ્ત૫ણે પાલન કરવાનું રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500