Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટાપોંઢાનાં ઓમકચ્છ ડુંગરી ફળિયા ખાતે રહેતા ૩૮ વર્ષીય જયેશભાઈ મગજીભાઈ પટેલ ગુમ

  • July 05, 2023 

વલસાડના કપરાડા તાલુકાના મોટાપોંઢાના ઓમકચ્છ ડુંગરી ફળિયા ખાતે રહેતા ૩૮ વર્ષીય જયેશભાઈ મગજીભાઈ પટેલ તા.૩૦ જૂનના રોજ બપોરે ૧૨-૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરેથી કોઈને કંઇ પણ કહ્યા વિના કશે જતા રહ્યા હતા અને આજદિન સુધી પરત આવ્યા નથી. ગુમ થનારના પત્નીએ છેલ્લે આ સમય દરમિયાન એમને મોટાપોંઢાથી પસાર થતી રાતા ખાડીના પુલ ઉપરથી જોયા હતા. તેમની શોધખોળ કરતા પણ મળી આવ્યા નહોતા.


ગુમ થનારે સફેદ કલરનુ શર્ટ, હાફ પેન્ટ અને સાદી ચપ્પલ પહેરેલી છે. જે શરીરે પાતળો બાંધો, ઘઉંવર્ણ અને આશરે ૫ ફૂટ ઉંચાઈ ધરાવે છે. તેમને જમણા હાથના ખભાના અને છાતીના ભાગે દાઝેલાનું નિશાન છે. જેઓ ગુજરાતી, હિન્દી અને કોંકણી ભાષા જાણે તથા બોલે છે. ગુમ થનાર જયેશભાઈની કોઈને ભાળ મળે તો નાનાપોંઢા પોલીસ સ્ટેશનનો ટે.નં.૦૨૬૩૩-૨૫૦૧૦૦ અને મો-૬૩૫૪૯૬૪૬૫૬ ઉપર સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application