મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરની ખાનગી સ્કૂલનાં 38 વિદ્યાર્થીઓને કોરોના થતા આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે અને અન્ય સ્કૂલોમાં શું સ્થિતિ છે તેનો તાગ મેળવવાની કામગીરી હાથ ધરી છે. નાગપુર શહેરનાં જૈતાલા વિસ્તારની પ્રાઈવેટ સ્કૂલનાં વિદ્યાર્થીઓનો શુક્રવારે કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
જોકે રવિવારનાં રોજ ટેસ્ટનો રિપોર્ટ આવતા એક સાથે 38 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત જણાયા હતા, એમ નાગપુર જિલ્લાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું. દરમિયાન નાગપુર જિલ્લામાં કોવિડનાં 262 નવા કેસ નોંધાવ્યા હતા એમાંથી 100 દર્દી નાગપુર શહેર વિસ્તારમાં જ નોંધાયા હતા. નાગપુરની ખાનગી સ્કૂલ કોરોના હોટ-સ્પોટ બનતા ચિંતા વ્યાપી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application