12 નવેમ્બરના રોજ સવારે યમુનોત્રી માર્ગ પર બનેલી સિલ્ક્યારા-બરકોટ ટનલમાં કાટમાળ પડતાં 41 મજૂરો ફસાયા હતા. 17 દિવસના લાંબા રેસ્ક્યુ ઓપરેશન બાદ કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા,પરંતુ ત્યારથી ટનલનું નિર્માણ કાર્ય અટકી ગયું છે. જોકે આ ઘટનાના 38 દિવસ બાદ સિલ્ક્યારા ટનલનું નિર્માણ કાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું છે.
કંપની હાલમાં તપાસ કરી રહી છે. તપાસ બાદ સિલ્ક્યારા છેડેથી પણ ટનલ બનાવવાની શરૂઆત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે ફકત 480 મીટર ટનલ બાકી છે.સિલ્ક્યારા ટનલની ઘટનામાં તમામ મજૂરોને ભાર કાઢ્યા બાદ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટે ઓપરેશન સિલ્કયારાની સફળતા બદલ અભિનંદન આપ્યા હતા.
જો કે હાલમાં મંત્રાલય દ્વારા રચાયેલ નિષ્ણાત તપાસ સમિતિએ સિલ્કયારા અકસ્માતની તપાસ શરૂ કરી છે. અત્યારે 4.531 કિલોમીટર લાંબી સિલ્ક્યારા-બારકોટ ટનલમાંથી માત્ર 480 મીટર બાકી છે.આ ભાગના બાંધકામ માટે નવયુગ કંપનીએ બારકોટ છેડેથી કામગીરી શરૂ કરી છે. તપાસ પૂર્ણ થયા બાદ સિલ્કયારા તરફના છેડેથી પણ કામ શરૂ કરવામાં આવશે. અહેવાલ અનુસાર નવા વર્ષમાં ટનલનું નિર્માણ પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
સિલ્ક્યારા ટનલ દુર્ઘટનાની તપાસ કરીને ટીમ દિલ્હી પરત ફરેલી ટીમે પોતાનો પ્રાથમિક તપાસ રિપોર્ટ મંત્રાલયને સુપરત કર્યો છે અને તેના આધારે ટનલના સિલ્ક્યારા ભાગ પર કામ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ ટીમ એક મહિનામાં વિગતવાર રિપોર્ટ આપશે.જોકે હાલમાં બચાવ કામગીરીમાં રોકાયેલી કંપનીઓના બિલની રાહ જોવાઈ રહી છે. તેમનું બિલ આવ્યા બાદ તેનો સમગ્ર ખર્ચ નવયુગ કંપની પાસેથી વસૂલ કરવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500