બીજેપીમાં 38ના પત્તા કપાયા છે. હજુ પણ 22 નામો જાહેર કરવાના બાકી છે ત્યારે આ વખતે બીજેપી અલગ જ ક્રાઈટએરીયા જોવા મળ્યો છે. આ વખતે બીજેપી માટે જીત એ જ ક્રાઈટ એરીયા છે. ટર્મ કે નો રીપીટ કે રીપિટ થીયરી વચ્ચે જીતના ક્રાઈટેરીયા પર ધ્યાન આપવામાં આવ્યું હોય તેમ લાગે છે. ખાસ કરીને 182માંથી 160 નામો સત્તાવાર જાહેર કરાયા છે ત્યારે અમદાવાદ, રાજકોટ સહીતની બેઠક પર કેટલાક પત્તા કપાયા છે. ઘાટલોડીયા, નિકોલ સિવાયના લગભગ બધા નામોમાં ફેરફાર કરાયો છે. તેમજ રાજકોટની બેઠકો પણ બદલાવ આવ્યો છે. કેટલાક રીપિટ થયા છે જેમ કે, બાબુ જમના પટેલ દસક્રોઈથી 5 વખતથી જીતતા આવ્યા છે તેમને રિપીટ કરાયા છે આ સિવાય સિનિયર નેતાઓ જેમ કે, જયદ્રથસિંહ પરમાર સહીતના ધારાસભ્યોને રીપિટ કપરાયા છે.બીજેપી મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ કહ્યું કે, અત્યારે બધા જ કાર્યકર્તાઓ એ શ્રેષ્ઠ કાર્યકર્તાઓ છે. જેમને પણ પાર્ટીની ટિકિટ મળી છે તે યોગ્ય છે. ભારતીય જનતા પાર્ટીમાં શ્રેષ્ઠ કાર્યકર્તા હોઉં એ જ ક્રાઈટએરીયા છે. ગુજરાતમાં ભાજપને ઐતિહાસિક જીત મળશે.
પ્રથમ ફેઝમાં 89માંથી 84 નામો જાહેર
38 ઉમેદવારો બદલવામાં આવ્યા છે. વરીષ્ઠ નેતાઓ છે તેમાં 38 સિટોમાં ચેન્જિસ કરવામાં આવ્યો અને નવાને ચાન્સ આપવામાં આવ્યો છે. 69 ને રીપીટ કરવામાં આવ્યા છે. પ્રથમ ફેઝમાં 89માંથી 84 નામો જાહેર કરાયા છે. 2017માં જે ચૂંટાયા હતા તેમાંથી મોટાભાગના સિનિયર નેતાઓના નામો કપાયા છે. આ 160માંથી 14 મહિલા ઉમેદવારોનો સમાવેશ.
દાવેદારી નોંધાવેસા આ વરીષ્ઠ નેતાઓએ લેટર લખ્યો કે, તેઓ ચૂંટણી લડવા નથી માંગતા
વરીષ્ઠ નેતાઓને સ્વયં આગળ આવીને કહ્યું છે કે,તેઓ ચૂંટણી લડવા નથી માંગતા જેમાં વિજય રુપાણી, નિતીન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ,પ્રદિપસિંહ જાડેજા,સૌરભ પટેલ,કૌશિક પટેલ આ બધાએ પત્ર લખીને કહ્યું છે કે,પાર્ટી નવાને ચાન્સ આપે. જો કે,છેલ્લી ઘડીએ પત્ર થતા પણ અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500