વાલોડ ના રાજપૂત સમાજ ના પ્રમુખ સંજયસિંહની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવી પદ્માવત ફિલ્મના રિલીઝ સામે વિરોધ વ્યક્ત કરી કાયમી પ્રતિબંધની માંગ કરવામાં આવી છે.આ અંગે વાલોડના પોસઈ ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.વાલોડ ના રાજપૂત સમાજ યુવા સંગઠનના પ્રમુખ થતા સમાજ ના હોદેદારો સહિતનાની આગેવાનીમાં તા.24મી જાન્યુઆરી ના રોજ વાલોડ પોલીસ સ્ટેશનના પોસઈ એ.ડી ખાંટ ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ફિલ્મ સામે ભારે વિરોધ નોધાવ્યો હતો.વિધર્મી એવા અલ્લાઉદીન ખીમજીને આ ફિલ્મ માં સતી માતા સાથે દર્શાવી એમણે માતાનું અપમાન કર્યું છે આ ફિલ્મના નિર્માતા વારંવાર ઇતિહાસ સાથે ચેડાં કરે છે જેમાં રાજપૂત સમાજનો વિરોધ છે.કે જે માતાએ પોતાના સ્વામાન માટે પ્રાણની આહુતિ આપનાર પદ્માવતી માતાને આ ફિલ્મમાં ખોટી રીતે દર્શાવી સમગ્ર રાજપૂત સમાજ નું અપમાન કરવામાં આવ્યું છે.અને રાજપૂત રાજા રજવાડાઓના ગૌરવશાલી ઇતિહાસ અને શાશનકાળને બદનામ અને ખોટી રીતે દર્શાવાના પ્રયત્નને ભાગરૂપે સંજયલીલા ભણશાલી દ્રારા દિગ્દર્શિત ફિલ્મ પદ્માવતમાં મહારાણી સતી પદમાવતી દેવીને ખોટી રીતે દર્શાવીને રાજપૂત સમાજનું અને દેશના ગૌરવતા ઇતિહાસની મજાક ઉડાવી રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોચાડેલ છે.વાલોડ રાજપુત સમાજ ના પ્રમુખ સંજયસિંહ ની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં રાજપૂતોએ રેલી કાઢી ફિલ્મ વિરુદ્ધ સૂત્રો ઉચ્ચાર કર્ય હતા રેલી માં સમાજ ના આગેવાનો સહિત લોકો મોટી સંખ્યા માં જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application