Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ક્રિષ્ના મોલ પાસેથી દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી પકડાયો

  • September 29, 2020 

તાપી જીલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈને મળેલ બાતમીના આધારે ઉચ્છલ પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હરસદ ઉર્ફે અસ હદ ગુલામભાઈ ઉર્ફે ગુલામ વોરા રહે, શ્રીરામ નગર-સોનગઢ ના ને સોનગઢ નગરમાં આવેલ ક્રિષ્ના મોલ પાસેથી ઝડપી પાડ્યો હતો.

 

આરોપીની પૂછ પરછ હાથ ધરતા ઉચ્છલ પોલીસ મથકે નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા ચાર માસથી નાસતો ફરતો હોવાની કબુલાત કરતા તાપી જીલ્લા એલસીબીએ આરોપીની અટક કરવાની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application