Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તપાસ કરવા ગયેલા કોન્સ્ટેબલ ને ગાળો આપનાર 3 મહિલાઓ  વિરુદ્ધ ફરિયાદ

  • September 29, 2020 

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ના કુનબાર ગામમાં પિતા વિરૂદ્ધ થયેલા કેસ ની તપાસ કરવા ગયેલા દેડિયાપાડા પો.સ્ટે.ના કોન્સ્ટેબલ ને ગાળો આપનાર પુત્રીઓ  વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડિયાપાડા પો.સ્ટે.ના કોન્સ્ટેબલ કંચનભાઇ ખાલપાભાઇ એ આપેલી ફરિયાદ મુજબ થોડા ઇન્દુભાઈ વસાવા નામના વ્યક્તિ વિરુદ્ધ ગાળાગાળી અને ધમકી આપવા

 

બાબતે ની ફરિયાદ દેડીયાપડા પો.સ્ટે.માં નોંધાતા આ કેસ ના પંચનામાં માટે કુનબાર ગામમાં ગયેલા પો.કો.કંચનભાઈ ને ઇન્દુભાઈ ની પુત્રીઓ પૈકી રેવાબેન વસાવા,રક્ષાબેન વસાવા અને રીતુબેન વસાવા એ પીતાજી ઇંદુભાઇને ગુનામાં અટક કરેલ હોય જેના કારણે કોન્સ્ટેબલ ની વિરૂધ રાગદ્વેસ રાખી ખોટી રીતે બદનામ કરવા માટે લોકો વચ્ચે ગમેતેમ ગાળો બોલી ફરી કોન્સ્ટેબલ ને જાહેર માં પૈસા ખાવ છો તેવી બુમો પાડી ખોટા આક્ષેપો કરી પોલીસ ની કાયદેસ ની કાર્યવાહીમાં રૂકાવટ કરતા ત્રણેય પુત્રીઓ વિરુદ્ધ ડેડીયાપડા પો.સ્ટે.માં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application