સોમવારે વહેલી સવારે એક હાઈવા ટ્રક સુરત થી રાજપીપળા માં આવતા જ હરસિધ્ધિ માતા ના મંદિર તરફ ના વળાંક ઉપર ચાલાક ને ઝોકું આવ્યું હોય કે ગમે તે કારણોસર ગીતા રેસ્ટોરન્ટ અને બાજુની એક દુકાન ના ઓટલા સાથે ધડાકા ભેર અથડાતા ટ્રક અને દુકાનો ને નુકસાન થયું હતું, જોકે આ બનાવમાં કોઈ જાન હાની પહોચી નથી.
જોકે સુરત થી રેતી ભરવા આવતા તોતિંગ હાઈવા ટ્રક હંમેશા પુરપાટ જ જતા હોય છે જે વારંવાર અકસ્માત કરે છે અને અગાઉ કેટલાયના ભોગ પણ લીધા છે છતાં તંત્ર નિયમ મુજબ તેની ગતિ મર્યાદા સહિત પર કાબુ લગાવવા માં જાણે નિષ્ફળ રહ્યું હોય એમ હજુ આવા ટ્રકો દ્વારા અકસ્માતો નો સિલસિલો ચાલુ જ રહ્યો છે ત્યારે પોલીસે આવા બેફામ જતા ભારે વાહનો પર રોક લગાવવી જરૂરી જણાય છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
અકસ્માત જોવા એકઠા થયેલા લોકો ના જણાવ્યા મુજબ રાજપીપળા શહેરના કેટલાક માર્ગો પહોળા થાય એ જરૂરી છે અને રેતી ભરી બેફામ આવતા જતા ટ્રકો ની ગતિ મર્યાદા પણ કંટ્રોલ કરવી જોઈએ નહીં તો ક્યારેક મોટી દુર્ઘટના બને તો તેમાં નિર્દોષ લોકો જીવ ગુમાવી બેસે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500