ઘણા સમય થી બીમાર રહેલ મહિલા જીવન થી કંટાળી ગયા હતા જેમાં મદદ માટે અભયમ 181મહિલા હેલ્પલાઇન ને કોલ કરતા વલસાડ અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક પહોંચી મહિલા સાથે આત્મીયતા થી સાંત્વના આપી જીવન નું મહત્વ સમજાવી આત્મહત્યા કરવાના વિચારો થી મુકત કરવામાં સફળતા મળી હતી.
નર્સ ની નોકરી માંથી વય નિવૃત થયેલ મહિલા વારંવાર બીમાર પડતા હતા માથા અને કમ્મર ના ભાગ મા ઘણી તકલીફ પડતી હતી અને લકવાની અસર હોવાથી પથારીવસ થઈ ગયેલ તેઓ ના પતિ પણ આવી હાલત મા મૂકી ભાગી ગયેલ, પિયર અને સાસરી મા કોઈ સ્વજન ના હોવાથી માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને હવે આગળ જિંદગી કેવી રીતે જીવાસે તેમ વિચારી તેઓ ને આત્મહત્યા ના વિચારો આવતા હતા પરંતુ કોઈ એ તેઓ ને અભયમ 181મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરવા જણાવતા અભયમ રેસ્ક્યુ વાન તેઓ ને મળી તેઓ ને સાંત્વના આપી હતી.
મહામૂલી જિંદગી આમ વેડફાય નહીં તેમ જણાવી માર્ગદર્શન આપેલ કે તમારે પેન્સન આવે છે એટલે આર્થિક દ્રષ્ટિ એ વાંધો આવે તેમ નથી તમો ઘરકામ અને રસોઈ માટે કોઈ મહિલા ને રાખી શકો છો આ ઉપરાંત હોસ્પિટલ મા સારવાર લઈ શકો તમારા પતિ ગુમ થયા છે તેની જાણવા જોગ ફરિયાદ આપવા જણાવેલ તેઓ ને માનસિક સ્વસ્થતા મળે તે માટે ઓ એસ. સી મા થોડો સમય રાખવામાં આવેલ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500