સુરતઃશહેરનાં વેડ રોડ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાની મોટી બેદરકારી સામે આવી છે.શાળામાં આવેલો મેઈન ગેટ એકાએક ધરાશાયી થઈ જતાં ત્રણ જેટલા બાળકો ગેટ નીચે દબાઈ ગયાં હતાં.આ ત્રણેય બાળકોને ગેટ નીચેથી નીકાળીને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.
આ દુર્ઘટનાનાં CCTV ફૂટેજ સોસિયલ મીડિયામાં પણ ફરતા થયા છે.CCTVમાં આપ સ્પષ્ટ જોઈ શકશો કે શાળાનાં ગેટ પાસે કેટલાંક બાળકો ઉભા છે અને એક બાળક ગેટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યો છે.તે જ સમયે લોખંડનો ગેટ અચાનક જ ધરાશાયી થઈ જાય છે.જેમાં એક યુવકને ગેટનો ધક્કો વાગતાં તે દૂર જઈ ચડે છે.જ્યારે એક બાળકનો પગ ગેટ નીચે દબાઈ ગયો.જ્યારે એક યુવક તો ગેટ નીચે જ દબાઈ ગયો છે.જો કે આ સમગ્ર ઘટના જોતાં શાળાની ગંભીર બેદરકારી પણ સામે આવી છે.જેવાં કે શાળાને લઇને કેટલાંક સવાલો પણ ઊભા થાય છે કે શું ગેટ પહેલાંથી જ જર્જરીત હતો. ગેટ જર્જરીત હતો તો તેને રિપેર કેમ ન કરવામાં આવ્યો. શું શાળા દ્વારા કોઈ દુર્ઘટનાની રાહ જોવામાં આવી રહી હતી. જેવાં અનેક પ્રશ્નો શાળાની ગંભીર બેદરકારી સામે ઊભા થઇ રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application