સોનગઢના માંડળ ગામના ટોલ નાકા પાસેથી પસાર થતા સ્થાનિક આદિવાસીઓના કોમર્શિયલ અને બિન કોમર્શિયલ વાહનોને ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે એક કમિટીની રચના પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
તાપી જિલ્લાના સ્થાનિક આદિવાસીઓના કોમર્શિયલ અને બિન કોમર્શિયલ વાહનોના ટોલ ટેક્સ મુક્ત ન કરતા 28મી સપ્ટેમ્બર નારોજ જન નાયક બિરસા મુંડા રાહે આંદોલન કરવાની ચીમકી આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી દ્વારા આપવામાં આવી હતી.
જોકે,આ અંગે વ્યારા ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવા,ટોલનાકાના સંચાલકો,આદિવાસી સંઘના આગેવાનો વચ્ચે ટોલ ટેક્સ મુદ્દે સ્વસ્થ ચર્ચા થઈ હતી. એમાં એક કમિટિનું ગઠન કરવાનું નક્કી કરવામા આવ્યું હતું. આ કમિટી સ્થાનિક કોમર્શિયલ વાહનોની નોંધણી કરી એનું લિસ્ટ ટોલ પ્લાઝા પર આપશે અને માત્ર નોંધાયેલા કોમર્શિયલ વાહનોને જ માંડળ ટોલનાક પરથી ટોલ ટેક્સ માંથી મુક્તિ આપવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો હોવાાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500