સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે પલસાણા તાલુકાના ૧૧ ગામોમાં રૂા.૨૧.૨૦ કરોડના રસ્તા, સ્લેબ લાઈન, ડ્રેનેજ જેવા જનહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત બારડોલી નગરપાલિકાના ચાર વોર્ડના રૂા.૬.૪૨ કરોડના રસ્તાઓ, રીસફ્રેશીંગ જેવા કામોનું ખાતમુહૂર્તવિધ મંત્રીશ્રીના હસ્તે સંપન્ન થઇ હતી.
આ વેળાએ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થશે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. તાલુકા-જિલ્લાકક્ષાના મંજુર થયેલા રસ્તાઓના કામો સમયસર પૂર્ણ થાય તથા જે કામો બાકી હશે તેવા કામોને આગામી સમયમાં પ્રાથમિકતા આપી પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું.
પલસાણા તાલુકાના તાલુકાના વાંકાનેડા ખાતે રૂા.૨.૩૫ કરોના ખર્ચે ડ્રેનેજ લાઇન, વાસ્મો હેઠળ પીવાના પાણી, વોટર હાર્વેસ્ટીગ, ફાયબર ઓપ્ટીકલ કેબનું કામનું ખાતમુહુર્ત ઉપરાંત વાંકાનેડા ગામે રૂા.૪૪૪ લાખના ખર્ચે ત્રણ જેટલા રસ્તાઓના કામો, વરેલી/હરિપુરા ખાતે રૂા.૧૬૨ લાખના ખર્ચે રસ્તા/સ્લેબ ડ્રેઈનું કામ, બગુમરા ખાતે રૂા.૨૩૩ લાખના ખર્ચે ત્રણ જેટલા રસ્તાના કામો તથા કારેલી ગામે રૂા.૧૫ લાખના ખર્ચે રસ્તા તેમજ ગાંગપુર ગામે ૮૪ લાખના ખર્ચે બે રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું.
મંત્રીશ્રી પરમારે વણેસા ગામે ૨.૨૦ કિ.મી.ના વણેસાથી પીસાદ રોડ, ૨.૩૦ કિ.મી.ના રૂા.૪૯.૯૫ લાખના ખર્ચના પીસાદ બારાસડી રોડનું, રૂા.૨૦ના ખર્ચે પલસાણા બારડોલી રોડથી વણેસા સાંકી ડેરી હળપતિવાસ તરફનો રસ્તો, રૂા.૫૫ લાખના ખર્ચે બારડોલી થી પલસાણા રોડ સ્ટ્રકચરનું કામ, એના ગામે રૂા.૪૦.૬૬ લાખના ખર્ચે એના ગામથી વેરાઈ મંદિરથી ખડકી ફળિયા સુધી તથા રૂા.૭૦ લાખના ખર્ચે તુડી થી ધામડોદ સુધીના રસ્તા, રૂા.૧૫ લાખના એપ્રોચ રોડ, રૂા.૬૫ લાખના ખર્ચે એના ગામથી પાદર ફળિયામાં સ્લેબ ડ્રેઈનનું કામ, રૂા.ત્રણ કરોડના ખર્ચે કણાવ મલેકપોરથી સિયોદ પુણી રોડ, રૂા.૩૭ લાખના ખર્ચે ભુતપોર ગામે મેદાનીયા વેગ થી ડેક વગા થઈ તુડી તરફના રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત પારડીપાતા ગામે રૂા.૨.૬૦ કરોડના ખર્ચે રસ્તા, સ્લેબ ડ્રેઈના કામો તથા વડદલા ખાતે રૂા.૬૪ લાખના ખર્ચે પલસાણા ગામથી કાલાધોડા તરફ જતા રસ્તાના કામનુ ખાતમુહૂર્ત કર્યું હતું.
બારડોલી નગરપાલિકા ખાતે રૂા.૬.૪૨ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત
બારડોલી નગરપાલિકા વિસ્તારના વોર્ડ નં.૧,૨ અને ૭,૮ વોર્ડમાં મુખ્યમંત્રી જયંતિ શહેરી વિકાસ યોજના હેઠળ રૂા.૩. ૨૭ કરોડ, રૂ.૧.૬૨ કરોડના ખર્ચે ૧૪માં નાણાપંચના નાણાપંચ હેઠળના, તથા રૂા.૯૫ લાખના ખર્ચે રોડ રીફ્રેશીંગનું કામ તેમજ રૂા.૫૫.૬૪ લાખના ખર્ચે ૧૫ ટકા વિવેકાધિન જોગવાઇ હેઠળના કામોનું ખાતમુહૂર્તવિધિ સંપન્ન થઈ હતી.આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી મિતેશ, જી.પંચાયતના સભ્ય ભાવિનીબેન પટેલ, ચલથાણ સુગર ફેકટરીના પ્રમુખશ્રી ચેતનભાઈ, અગ્રણી જગ્નેશભાઈ, નટુભાઈ તથા ગામના સરપંચશ્રીઓ, અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500