Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના ઓવર બ્રીજ ઉપર બાઈક મૂકી ખેપીયો નાશી છુટ્યો, દારૂની 48 બોટલ મળી

  • September 27, 2020 

તાપી એલસીબી પોલીસને મળેલ બાતમી આધારે આજરોજ સોનગઢ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સોનગઢનાં નવા આરટીઓ ચેકપોસ્ટ તરફથી ઓવર બ્રીજ ચઢતા લક્ષ્મી પ્લાઝા મોલની સામે ઓવર બ્રીજ ઉપર હોન્ડા સીડી-100 મોટર સાયકલ નંબર જીજે/05/ઈ/8525 નો ચાલક પોલીસ જોઈ જતા બાઈક મૂકી નાશી છુટ્યો હતો.

 

સ્થળ ઉપર પહોંચેલી પોલીસે તપાસ કરતા એક કાળા કલરની બેગ માંથી વિદેશીદારૂ/ દેશીદારૂ સુગંધી સંતરાની કુલ બાટલી નંગ 48 જેની કિંમત રૂપિયા 24,00/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ દીપકભાઈ સેવજીભાઈની ફરિયાદના આધારે સોનગઢ પોલીસ મથકે બનાવ દાખલ કરી ફરાર આરોપીને શોધવા માટેના ચક્રોગતિમાન કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application