Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લા કોંગ્રેસમાં ગાબડું પડયું-જાણો શુ છે અહેવાલ

  • September 27, 2020 

ડાંગ જિલ્લામાં ખાલી પડેલ 173 વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસી ધારાસભ્ય ના રાજીનામા આપ્યા બાદ કોંગ્રેસી નેતાઓનો સાગમટે ભાજપા નો ભગવો ધારણ કરતા કોંગ્રેસ મુક્ત ડાંગની સૂત્ર સાર્થક થતું હોય તેમ રાજકીય સમીકરણો બની રહ્યા છે.

 

શનિવારે કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા ડાંગ જિલ્લામાં સરકારી અને વિકાસકીય કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આવતા ડાંગ જિલ્લા સદસ્ય લાલભાઈ ગાવીત,તેમજ વઘઇ તાલુકા પંચાયત ના સદસ્યો ઝહીદાબેન સૈયદ,પ્રકાશભાઈ વાઘેલા,સહિત આહવા તાલુકા પંચાયત ના અલકાબેન જોસેફભાઈ હીરાને મંત્રી ગણપતસિંહ વસાવા એ વર્તમાન તાલુકા સદસ્યોને કેસરિયો ખેસ પહેરાવી સૌનો સાથ સૌનો વિકાસ સાથે જોડતા કોંગ્રેસ છાવણી માં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ડાંગ જિલ્લા સંગઠન પ્રભારી અશોકભાઈ ધોરજીયા, અને પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા ના દીર્ઘદ્રષ્ટિ અને મિલનસાર સ્વભાવ ના કારણે ભાજપામાં  નેતાઓ,કાર્યકરોમાં આનંદ જળવાય રહ્યો છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસી ધારાસભ્ય મંગળભાઈ ગાંવીત ના રાજીનામાં બાદ ત્રણે તાલુકાઓમાં કોંગ્રેસી પીઢ કાર્યકરો, નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપ નો ભગવો ધારણ કરતા " કોંગ્રેસ મુક્ત ડાંગ ""ની ભાજપની કવાયત સફળ થતી હોય તેવા સમીકરણો સર્જાયા છે.

 

આ પહેલા ગયા અઠવાડિયામાં ગારખડી,કોશિમદા, કાલીબેલ,જેવી કોંગ્રેસી વર્ચસ્વ વાળી બેઠકો ઉપર સરપંચો,કાર્યકરો,અને યુવાનો મોટી સંખ્યામાં મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ભાજપનો ભગવો ધારણ કરી ચુક્યા છે.આ કાર્યક્રમ માં પાર્ટી પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા,જિલ્લા પંચાયત પ્રમુખ બીબીબેન ચૌધરી,કરશનભાઇ પટેલ,માજી ધારાસભ્ય વિજયભાઇ પટેલ, માજી સુબિર તા.પં. પ્રમુખ રાજેશભાઈ ગામીત,મહામંત્રીઓ કિશોરભાઈગાવીત,દશરથભાઈપવાર ,રમેશભાઈ ગાંગુર્ડે, મંડલ પ્રમુખ હીરાભાઈ રાઉત,દિનેશભાઇ ભોયે,સુભાષભાઈ ગાઈન,સંકેતબંગાળ,સરપંચ હરિરામભાઈ સાવંત,સહિત કાર્યકરો ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.( વનરાજ પવાર દ્વારા ડાંગ જિલ્લો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application