સોનગઢ : તાપી જિલ્લા માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ઉપર કમર તોડ ટેક્સ વસુલતી ટોલ કંપની તાપી જિલ્લાના સ્થાનિક આદિવાસીઓના કોમર્શિયલ અને બિન કોમર્શિયલ વાહન ટોલ મુક્ત ન કરતા આગામી 28મી સપ્ટેમ્બર નારોજ જનનાયક બિરસા મુંડા રાહે આંદોલન કરવાની ચીમકી આદીવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી દ્વારા આપવામાં આવી છે.
આદિવાસી એકતા અને વિકાસ આંદોલન તાપી દ્વારા તા.7મી સપ્ટેમ્બર નારોજ માનનીય સાંસદ પ્રભુભાઈ વસાવા અને તાપી જિલ્લા કલેકટર ને સંબોધી ને સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલ હતું.
જેમાં જણાવેલ કે,તાપી જિલ્લાના સ્થાનિક આદિવાસીઓ પોતાના કોમર્શિયલ અને બિન કોમર્શિયલ વાહનોમાં વૈશ્વિક કોરોના મહામારીમાં માંડળ ટોલ ટેક્સ ફ્રી કરી આપવામાં આવે. અન્યથા આંદોલનની ચિમકી આપેલ હતી.
સ્થાનિક આદીવાસીઓ જે પોતાના વાહનોમાં ઘાસ ચારો ,અનાજ ,મુસાફરી અને અન્ય કામો કરતા હોઈ છે. આ કોરોના મહામારીમાં બે ટંક ખાવાનું મળતું ના હોય ત્યાં ગુજરાત નો સોથી મોટો ટોલ ટેક્સ કેમક ભરશે. તદુપરાંત ભારતના બંધારણમાં મુક્ત પણે હરવા ફરવાનો મુળભુત અધિકાર આપવામા આવ્યો છે. જેનું પણ ઉલ્લંઘન થતું હોઇ સ્થાનીક આદિવાસીઓ માટે ટોલ મુક્તિ ની માંગ કરાઈ હતી.
જે પણ અવ્યવસ્થા ઉદ્દભવશે તેની તમામ જવાબદારી સાંસદ પ્રભુભાઈ એન.વસાવા તથા તાપી જિલ્લા કલેકટરની રહેશે
પરંતુ આજદિન સુધી માનનીય સાંસદ શ્રી અને તાપી જિલ્લા કલકેટર દ્વારા કોઈ મધ્યસ્થી ના પગલાં અથવા ટોલ મુક્ત અંગે કાર્યવાહી ન કરાતા આગામી તા.28/09/2020 ના દિને સ્થાનિક આદિવાસીઓ ટોલ નાકે ભેગા કરવાનુ આહવાન આપવામાં આવેલ છે. અને આદિવાસી જન નાયક બિરસા મુંડા અને ક્રાંતિકારી ભગત સિંહ ના રાહે રસ્તા ઉપર આંદોલન કરી પોતાના અધિકાર લેશે. તથા જે પણ અવ્યવસ્થા ઉદ્દભવશે તેની તમામ જવાબદારી સાંસદ પ્રભુભાઈ એન.વસાવા તથા તાપી જિલ્લા કલેકટરની રહેશે.તેમ જણાવવામાં આવ્યું છે.
આપને અહીં એ પણ જણાવી દઇએ છીએકે, ટોલ નાકુ ચાલુ થયાના પાંચ વર્ષ બાદ પણ સમસ્યા તેની તે જ છે. કોંગ્રેસ અને ભાજપ,બિટીએસ,સ્થાનિક વાહનચાલકો સહિત ના લોકોએ અનેક વિરોધ પ્રદર્શન કર્યા પરંતુ ટોલ નાકાના સત્તાધીશોનું પેટનું પાણી સુધ્ધાં હાલત નથી તે એક ચર્ચા નો વિષય બન્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500