Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બેડકી નાકા પાસેથી ઘેટાં ભરેલી ટ્રક પકડાઈ : બે જણા સામે ગુનો દાખલ થયો

  • September 26, 2020 

ઉચ્છલ તાલુકાના બેડકી નાકા પાસે પોલીસ વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ત્યાંથી પસાર થઇ રહેલી ટ્રક નંબર જીજે/08/એયુ/2818 માંથી ગેરાકયદેસર રીતે લઈ જવાતા કુલ ઘેટાં નંગ-219 ને ઉગારી લેવામાં આવ્યા હતા.

 

પકડાયેલી ટ્રકની અંદર તમામ ઘેટાઓ ને ખીચોખીચ ભરી,ઘાસ કે ચારા પાણીની વ્યવસ્થા તેમજ પ્રાથમિક સારવારના સાધનો ન રાખી, સક્ષમ અધિકારીના પ્રમાણપત્ર કે વેટેનરી ઓફિસરના પ્રમાણપત્ર વગર ગેરકાદેસર રીતે હેરાફેરી કરી રાજ્ય બહાર લઈ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.

 

આ મામલે પોલીસકર્મી અરુણભાઈ રમેશભાઇની આધારે (1) તાહિરભાઈ મહમદહનીફ મન્સૂરી રહે, કડિયાસન તા.સિધ્ધપુર જી.પાટણ (2) અકબરખાન અનવરભાઈ સિંધી રહે, ભીલડી ગામ, તા.પાલનપુર જી.બનાસકાંઠા નાઓ વિરુધ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application