કોરોના મહામારી (કોવિડ-19)ના સંક્રમણને રોકવા માટે સરકારશ્રીની સુચનાઓનું નવસારી જિલ્લામાં ચુસ્તપણે પાલન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગંભીરતાથી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યક્તિઓના 54665 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં આજે નવા 10 કેસો નોંધાયાં છે. આજદિન સુધીમાં કુલ 1128 પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ 68 કોવીડ હોસ્પીટલમાં ઍક્ટીવ કેસ છે. આજદિન સુધી 961 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી અત્યાર સુધીમાં 99 ના મૃત્યુ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application