Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કોરોના નો કહેર યથાવત : તાપી જીલ્લામાં આજે 9 કેસ નોંધાયા,વધુ 6 દર્દીઓ સાજા થયા

  • September 25, 2020 

તાપી જીલ્લામાં વધુ 9 વ્યક્તિઓ કોરોના ની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કેસની કુલ સંખ્યા 551 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 30 દર્દીઓના મોત નીપજ્યા છે. આજે વધુ 6 દર્દીઓ સાજા થયા અત્યાર સુધી કુલ 469 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 59 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.

 

તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.24મી સપ્ટેમ્બર ગુરુવાર નારોજ  વ્યારા તાલુકામાં 6 કેસ, વાલોડમાં 1 કેસ, કુકરમુંડા અને સોનગઢમાં 1-1 કેસ મળી કુલ 9 કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

24મી સપ્ટેમ્બરે તાપી જીલ્લામાં નોંધાયેલા પોઝીટીવ કેસ

(1) 37 વર્ષિય પુરુષ, દાદરી ફળિયું,કહેર-વાલોડ

(2) 55 વર્ષિય પુરુષ, કાનપુરા-વ્યારા

(3) 22 વર્ષિય મહિલા, મેઇન બજાર-વ્યારા

(4) 48 વર્ષિય મહિલા, વૃંદાવનધામ સોસાયટી,કાનપુરા-વ્યારા

(5) 36 વર્ષિય પુરુષ, મહાદેવ શૉ મીલ-વ્યારા

(6) 40 વર્ષિય મહિલા, સર્જન સોસાયટી,મુસા-વ્યારા

(7) 42 વર્ષિય પુરુષ, સર્જન સોસાયટી,મુસા-વ્યારા

(8) 22 વર્ષિય મહિલા,બજાર ફળિયું,બંધારપાડા-સોનગઢ

(9) 64 વર્ષિય પુરુષ, મરાઠા ફળિયું,નીંભોરા-કુકરમુંડા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application