Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંસદા તાલુકાના કણધા ગામના નવનારી એક અભિયાન વર્ગની મુલાકાત લેતા ઉત્તરપ્રદેશ વારાણસી (બનારસ) ના કલેકટર યોગેશ્વર મિશ્ર

  • January 23, 2018 

વાંસદા:નવસારી જિલ્લામાંસ્ત્રી સાક્ષરતા દર સો ટકાએ લઇ જવા એક લાખ મહિલાઓને સાક્ષર કરવા ‘નવનારી એક અભિયાન'નવસારી કલેકટર રવિ કુમાર અરોરા દ્વારા શરૂ કરવામાં આવ્‍યું છે.આ અભિયાનને દિલ્લી ખાતે અબ્‍દુલ કલામ સંસ્‍થાન દ્વારા એવોર્ડ પણ આપ્‍યો છે.ઉત્તર પ્રદેશના બનારસ જિલ્લામાં આ અભિયાનને સાર્થક બનાવવા વારાણસીના કલેકટર યોગેશ્વર મિશ્રએ નવસારી જિલ્લામાં વાંસદા તાલુકાના અંતરિયાળ કણધા ગામે ચાલતા વર્ગની મુલાકાત લીધી હતી.નવસારી કલેકટર રવિ કુમાર અરોરાએ વિગતો જણાવ્‍યું હતું કે,આ બહેનોને તેમના અનુકૂળ સમયે દરરોજ બે કલાક જીવન ઉપયોગી શિક્ષણ આપવામાં આવે છે.સાથે આરોગ્‍યની જાળવણી અને રોજગારી માટેની જાણકારી સાથે તેમને સહાય મળી રહે તે માટેની પણ તજવીજ કરવામાં આવે છે.વારાણસી અને નવસારી કલેકટરનું કણધા ગામજનો દ્વારા ભાવભીનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.શિક્ષણ મેળવવા આવતી મોટી ઉંમરના બહેનોની ઉત્‍સુકતા જોઇને વારાણસી કલેકટર ખુબ જ પ્રભાવિત થયા હતા. વારાણસી કલેકટર યોગેશ્વર મિશ્રએ જણાવ્‍યું હતું કે, મહિલાઓને સમાજ સાથે અને વિકાસમાં જોડવા નુતન અભિયાન છે.મહિલા સશકિતકરણની દિશામાં પ્રયાણનો પ્રયાસ છે.આ સંદેશા સાથે વારાણસીની નિરક્ષર બહેનોને સાક્ષર કરવા અભિયાન હાથ ધરાશે. બેટી પઢાઓ,બેટી બચાઓના અમલ સાથે બનારસની મહિલાઓને શિક્ષણ સહિતના ક્ષેત્રમાં જાગૃત કરવા અભિયાન હાથ ધરવામાં આવશે.નવસારી કલેકટર કલેકટર રવિ કુમાર અરોરાએ વાંસદા તાલુકાના કણધા અને ગણદેવી તાલુકાના ધનોરી વર્ગમાં આવતી બહેનોના અભિપ્રાયો મેળવ્‍યા હતા અને તેમની મુશ્‍કેલી હોય તો તે રજૂ કરવા પણ સુચન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે,નવસારી જિલ્લામાં અત્‍યાર સુધીમાં ૧૫ હજાર જેટલી નિરક્ષર બહેનોને સાક્ષર કરવામાં આવી છે.આ નવનારી અભિયાનનો પ્રારંભ વાંસદા તાલુકાના અંતરિયાળ માનકુનિયા,નિરપણ ગામોથી કરવામાં આવ્‍યો હતો.આ સાક્ષર થયેલી બહેનોને બેંક ખાતાઓ ઉપરાંત પ્રધાનમંત્રી ઉજ્‍વલા યોજના અને દાતાઓના સહયોગ વડે વિનામુલ્‍યે ગેસ કનેકશન પણ આપવામાં આવ્‍યા છે. નવનારી વર્ગની મુલાકાત અવસરે વાંસદા પ્રાંત અધિકારી લલિત નારાયણ સાંદુ, પ્રાયોજના વહીવટદાર એમ.બી.ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી.વ્‍યાસ પણ જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application