Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશની અર્થવ્યવસ્થાની સામે હવે વિકાસદરને બે આંકડામાં પહોંચાડવાનો પડકાર:વડાપ્રધાન નરેન્દ્ર મોદી

  • June 17, 2018 

નવી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે,દેશની અર્થવ્યવસ્થાની સામે હવે વિકાસદરને બે આંકડામાં પહોંચાડવાનો પડકાર છે,આ માટે ઘણા મહત્વપૂર્ણ પગલા ભરવા પડશે. મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની સંચાલન પરિષદની ચોથી બેઠકના ઉદ્ધાટન સત્રને સંબોધિત કરી રહ્યાં હતા. તેમણે કહ્યું કે,ગત નાણાકિય વર્ષ 2017-18ના ચોથા ત્રિમાસિકગાળામાં ભારતીય અર્થવ્યવસ્થાને મજબૂત 7.7 ટકાનો વિકાસ દર નોંધાવ્યો છે અને હવે પડકાર તેને બે અંકમાં લઈ જવાનો છે. તેમણે કહ્યું કે,2022 સુધી ન્યૂ ઈન્ડિયાનું સપનું આપણા દેશના લોકોનો એક સંકલ્પ છે.મોદીએ આ સંદર્ભમાં રવિવારે બેઠકના એજન્ડામાં સામેલ મુદ્દાનો ઉલ્લેખ કર્યો.તેમાં કિસાનોની આવક બમણી કરવી, વિકાસની રાહમાં બેઠેલા જિલ્લાનો વિકાસ,આયુષ્માન ભારત,મિશન ઈન્દ્રધનુષ, પોષણ મિશન અને મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિનો ઉલ્લેખ કર્યો.આ પહેલા નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે મુખ્યપ્રધાનો અને અન્ય પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું હતું.સત્રનું સંચાલન ગૃહપ્રધાન રાજનાથ સિંહે કર્યું હતું.બેઠકમાં મુખ્યપ્રધાનો તથા અન્ય પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મોદીએ ભાર આપીને કહ્યું કે,સંચાલન પરિષદ તેવું મંચ છે જે ઐતિહાસિક ફેરફાર લાવી શકે છે.તેમણે પૂર પ્રભાવિત રાજ્યોના મુખ્યપ્રધાનોને પૂરથી ઉત્તપન થયેલી સ્થિતિને પહોંચી વળવા માટે મદદ કરવાનું આશ્વાસન આપ્યું.તેમણે કહ્યું કે,નીતિ આયોગની સંચાલન પરિષદ રાજકાજ સાથે જોડાયેલા જટિલ મુદ્દાને ટીમ ઈન્ડિયાના રૂપમાં સહયોગપૂર્ણ, પ્રતિસ્પર્ધાપૂર્ણ સંઘવાદની ભાવનાની સાથે લીધા છે. વડાપ્રધાને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું લાગૂ થવું ટીમ ઈન્ડિયાની આ ભાવનાનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. વડાપ્રધાને કહ્યું કે, રાજ્યોના મુખ્યપ્રધાનોએ ઉપ સમૂહો અને સમિતિઓમાં પોતાના કાર્યોના માધ્યમથી સ્વસ્છ ભારત મિશન, ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને કૌશલ વિકાસ જેવા મુદ્દા પર નીતિઓ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.મોદીએ કહ્યું કે,આયુષ્માન ભારત કાર્યક્રમ હેઠળ 1.5 ચિકિત્સા તથા સ્વાસ્થ્ય સેવા કેન્દ્રો બનાવવામાં આવી રહ્યાં છે.તેમણે કહ્યું કે,આ યોજના હેઠળ 10 કરોડ ગરીબ પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વિમો ઉપલબ્ધ કરાવવામાં આવશે.મોદીએ કહ્યું કે,સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શિક્ષા માટે એક સમગ્ર દ્રષ્ટિકોણ અપનાવવામાં આવી રહ્યો છે.વડાપ્રધાને કહ્યું કે, મુદ્રા યોજના,જનધન યોજના અને સ્ટેન્ડ અપ ઈન્ડિયા જેવી યોજનાઓથી નાણાકિય લાભ વધારવામાં મદદ મળી રહી છે.તેમણે કહ્યું કે,પ્રાથમિકતાના આધાર પર આર્થિક અસંતુલનને દૂર કરવું ખૂબ જરૂરી છે.મોદીએ ભાર આપીને કહ્યું કે,વિકાસની રાહ જોઈ રહેલા 115 પછાત જિલ્લામાં માનવ વિકાસના તમામ પહેલુઓ અને માપદંડોને સુધારવાની જરૂરીયાત છે  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application