નવસારી જિલ્લામાં જમીન ચકાસણી કરવા પ્રયોગશાળા સ્થાપવા માટે ભારત સરકારે સોઇલ હેલ્થકાર્ડ અને સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના અંતર્ગત પ્રક્રિયા હાથ ધરી છે. લાભાર્થીઓને નાણાંકીય સહાય આપવા જાગવાઇ કરી છે. આ યોજના અંતર્ગત ગ્રામ્યકક્ષાઍ સ્થાનિક ઔદ્યોગિક સાહસ કરનાર ગૃપ અને સંસ્થાને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી નેશનલ મીશન ફોર સસ્ટેનેબલ ઍગ્રીકલ્ચર યોજના હેઠળ સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના શરૂ કરાઇ છે.
નવસારી અને ડાંગ જિલ્લામાં ગ્રામ્યકક્ષાઍ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે ઍગ્રી કિલનીક, ઍગ્રી બિઝનેશ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત્ત વ્યકિતઓ, સેલ્ફ હેલ્પ ગૃપ્સ, ફાર્મર કો-ઓપરેટિવ સોસાયટી, ફાર્મર પોડયસુર કંપની, ફાર્મર જાઇન્ટ લાયબેલીટી ગૃપ, ઇનપુટ રીટેલ આઉટલેટ, ઇનપુટ રીટેલર્સ અને શાળાઓ/કોલેજામાં નાણાંકીય સહાય આપવા માટેની જાગવાઇ કેરેલી છે.
જેમાં જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે કુલ ખર્ચ રૂ. ૫-૦૦ લાખના ૭૫ ટકા લેખે રૂ.૩.૭૫ લાખ રૂપિયા લાભાર્થીઓને નાણાંકીય સહાય આપવાની જાગવાઇ છે. જયારે રૂ.૧.૨૫ લાખ લાભાર્થીઍ જાતે ભોગવવાના રહેશે. તેમ નાયબ ખેતી નિયામક વિસ્તરણ, નવસારીની યાદીમાં જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500