Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી જિલ્લામાં મિઝલ્‍સ રૂબેલા વેકસીનેશન અભિયાન હેઠળ વર્કશોપ યોજાયો

  • June 17, 2018 

તાપીમિત્ર ન્યુઝ:નવસારી:નવસારી જિલ્લામાં મિઝલ્‍સ રૂબેલા વેકસીનેશન કેમ્‍પેઇન કાર્યક્રમ અંતર્ગત ઇન્‍ડિયન મેડીકલ એસોસિએશન અને ઇન્‍ડિયન એકેડમી ઓફ પિડીયાટ્રીશીયનના ડોકટરો માટે વર્કશોપનું આયોજન જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલના અધ્‍યક્ષ સ્‍થાને યોજવામાં આવ્‍યો હતો.યોજાયેલા ર્વકશોપમાં નવસારીના તમામ ખાનગી નિષ્‍ણાંત ડોકટર્સ અને પ્રેકટીશનર્સ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહયા હતા. જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલે આગામી તા.૧૬ જુલાઇ-૧૮ થી શરૂ થનાર મિઝલ્‍સ રૂબેલા વેકસીનેશન અભિયાનમાં સંપુર્ણ સહકાર આપવા જણાવી,માતા મરણ અને બાળમરણ ઘટાડવાના અભિયાનમાં સૌના સહકારની અપીલ કરી હતી.મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ર્ડા.દિલીપ ભાવસારે સ્‍વાગત પ્રવચન કરી,અભિયાનનો હેતુ વિશેની માહિતી આપી હતી.ર્ડા.પરેશ કંથારીયા એસ.એમ.ઓ. પોલીયો સર્વેલન્‍સ યુનિટ મુંબઇ- સુરતે વૈશ્વિક અને ભારત દેશની પરિસ્‍થિતિ અને એમઆર વેકશીનના અભિયાનની જરૂરિયાત વિશે વિસ્‍તૃત માહિતી આપી હતી.ર્ડા.સુજીત પરમાર,જિલ્લા આરસીએચઓ નવસારીએ જણાવ્‍યું હતું કે, ૧૬ જુલાઇ-૧૮ થી પાંચ અઠવાડિયા સુધી નવસારી જિલ્લામાં નવ માસ થી ૧પ વર્ષ સુધીનાં અંદાજીત ત્રણ લાખ બાળકોને મિઝલ્‍સ રૂબેલાની રસી આપવામાં આવશે. આ રસી શરૂઆતનાં બે અઠવાડિયા સુધી નવસારી જિલ્લાની સરકારી, ગ્રાન્‍ટેડ અને ખાનગી એમ તમામ શાળાના બાળકોને રસી આપવામાં આવશે.ત્‍યાર બાદ પછીના અઠવાડિયાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્‍તારોમાં આંગણવાડી પેટા કેન્‍દ્રો અને અન્‍ય આઉટ સ્‍થળોએ બાકીના બાળકોને રસી આપવામાં આવશે.ર્ડા.ધવલ મહેતા, તાલુકા આરોગ્‍ય અધિકારી નવસારીએ વિવિધ વિભાગોની અને ઇન્‍ડિયન મેડીકલ એસોસિએશન અને ઇન્‍ડિયન એકેડમી ઓફ પિડીયાટ્રીશીયનના ડોકટરોની કેમ્‍પેઇનમાં ભુમિકા વિશે માહિતી આપી,દરેક શાળાઓમાં થનાર વાલી મીટીંગમાં હાજરી આપવા અનુરોધ કર્યો હતો.અંતમાં ર્ડા.વિનોદ પરમાર, પ્રમુખ આઇએપી નવસારી અને ર્ડા.તરૂણ વાઘેલા પ્રમુખ આઇએમએ નવસારીએ તમામ ખાનગી ડોકટર્સને અભિયાનમાં સક્રિય રીતે સહકાર આપવા અનુરોધ કર્યો હતો.   High light:tapimitra.com અને તાપી જિલ્લાનું એકમાત્ર નિડર અને નિષ્પક્ષ સત્યને ઉજાગર કરતું તાપીમિત્ર સાપ્તાહિક અખબારના બ્રોડકાસ્ટિંગ ગૃપ માં જોડાવા માટે 7820092500 નંબર પર આપનું અને આપના ગામના નામ સાથે NEWS લખી મોકલો.જેમાં આપને જાણવા મળશે મહત્વના દરેક અપડેટ્સ અને માત્ર અને માત્ર સમાચારો......


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application