તાપી જિલ્લામાં વાલોડના કહેરમાં દાદરી ફળિયુ, બુહારીમાં જુનાકુંભારવાડ, પટેલફળિયું ગોડધા, ઘનશ્યામનગર બાજીપુરા, વ્યારા સ્થિત લક્ષ્મીપાર્ક સોસયટી, અને કુકરમંડામાં બજારગલી વિસ્તારમાં COVID-19 ના પોઝીટીવ કેસ નોંધાયા છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા
જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.હાલાણીએ એક જાહેરનામા દ્વારા મળેલ સત્તાની રૂએ તા.૧૯/૦૯/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી આ ત્રણ તાલુકાના ઉપરોક્ત વિસ્તારોમાં ૪૬ ઘરોની વસ્તી-૧૯૨ને COVID-19 Containment Area (નિયંત્રિત વિસ્તાર) તથા તેની આજુબાજુ નજીકના ૩૦ ઘરોની ૧૩૮ જેટલી વસ્તીને તથા તા.૨૦/૦૯/૨૦૨૦ થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી વાલોડના સાતવલ્લા તથા ગોડધાના પટેલફળિયા-૨ વિસ્તારના ૯ ઘરોની ૪૦ વસ્તીને Containment Area તથા ૨૨ ઘરોની ૯૬ વસ્તીને બફરઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે.
Containment Area તરીકે જાહેર કરાયેલ આ વિસ્તારોમાં આરોગ્ય ટીમ ધ્વારા થર્મલ સ્ક્રીનીગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા તમામ માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે. આવશ્યક સેવાઓ (તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન-જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રંણ કરવામાં આવશે. ભારત સરકારશ્રીના Containment Area વિસ્તારમાં કરવાની થતી તમામ કાર્યવાહીની તમામ સુચનાઓની ચુસ્તપણે અમલવારી કરવાની રહેશે.
આવશ્યક સેવાઓના પુરવઠા સબંધિત આ વિસ્તારના એક જ એન્ટ્રી/એકઝીટ પોઈન્ટ ખુલ્લો રાખવાનો રહેશે. Containment Area તરીકે જાહેર કરાયેલ બફર ઝોન વિસ્તારોમાં (Buffer Zone) તરીકે જાહેર કરી આ ઝોનની હદોને સીલ કરવામાં આવે છે. બફર એરીયાના વિસ્તારમાં Social Distancing નું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ માટે સવારના ૭.૦૦ કલાકથી રાત્રીના ૭.૦૦ કલાક સુધી જ પરવાનગી આપવામાં આવે છે. તે સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પ્રતિબંધિત રહેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500