ગેરકાયદેસર રીતે રાજ્ય બહાર લઇ જવાતી 7 ભેંસ ભરેલ આઈસર ટેમ્પો બેડકી નાકા પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે. પશુઓને ટેમ્પોમાં ક્રુરતાપૂર્વક લઈ જવાઈ રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર તા.22મી સપ્ટેમ્બર નારોજ ઉચ્છલ તાલુકાની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ઉપર બેડકી નાકા પાસેથી વાહન ચેકિંગ દરમિયાન એક આઈશર ટેમ્પો નંબર જીજે/26/ટી/6369 ને ઝડપી પાડી ટેમ્પોમાં તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન આઈશર ટેમ્પો માંથી મળી આવેલ કુલ 7 ભેંસોને ટુંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા હોય અને કોઇ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું. આ બનાવમાં કુલ રૂપિયા 3,70,000/-નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક રોશનભાઈ કમાલભાઈ આલીસાર રહે, નવાગામ દાદા ભગવાન મંદિર પાસે, કામરેજ જી.સુરત નાઓ વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી સિકંદરખાન સુભાનખાન આલીસાર ને વોન્ટેડ જાહેર કરાયો છે.
આપને અહીં જણાવી દઈએ છીએકે, ગુજરાત માંથી અન્ય કોઇપણ રાજ્યમાં દુધાળા પ્રાણીઓ તથા ભેંસોની હેરાફેરી નિકાસ/મોકલવા પર પ્રતિબંધ હોવાછતાં તાપીના માર્ગે રાજ્ય બહાર મહારાષ્ટ્રમાં વર્ષોથી મોટાપાયે ભેંસોની હેરાફેરી થઇ રહી છે. જાણકારો અનુસાર તમામ પશુઓને મહારાષ્ટ્રના કતલખાને લઇ જતા હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500