Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જીસીએસ હોસ્પિટલ દ્વારા હૃદયરોગની તપાસ માટે નિઃશુલ્ક કેમ્પનું આયોજન

  • September 22, 2020 

છેલ્લા દાયકામાં હૃદય સંબંધીત રોગો ભારત તથા સંપૂર્ણ વિશ્વમાં મૃત્યુના કારણોમાં સૌથી અગ્રેસર છે. ખાસ કરીને આજના કોવિડ-19ના સમયમાં હૃદયની સંભાળ રાખવી ખુબ જરૂરો છે. 60થી વર્ષથી વધુ ઉંમરવાળા લોકો તેમજ હૃદયરોગ અને તેને લગતા પરિબળો ડાયાબિટીસ, હાઈપરટેંશનના દર્દીઓએ વધારે સાવચેતી રાખે તે ખુબ જ જરૂરી છે.

 

હૃદયરોગ થવાના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ, બ્લુડપ્રેશર, ધુમ્રપાન અને અને કોલસ્ટ્રોલનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત મેદસ્વીતા, બેઠાડુ જીવન, વારસાગત અને ખોરાક સંબંધીત પરિબળો પણ હૃદયરોગ માટે જોખમી પરિબળ તરીકે ઓળખવામાં આવે છે.

 

આ પરિબળો પૈકી ઘણા પરિબળોને સમયસર ઓળખી તેને નિયંત્રિત કરવાથી હૃદયરોગથી બચી શકાય છે. અત્યારના કોવીડ-19ના સમયમાં હૃદયરોગોનું સમયસર નિદાન થાય તેમજ દર્દીઓને સુરક્ષિત રીતે તપાસ અને સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 21 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી મફત કાર્ડીઓલોજી કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વ હૃદય દિવસ (29 સપ્ટેમ્બર) નિમિતે આયોજીત આ કેમ્પમાં નિઃશુલ્ક ઈ.સી.જી. અને નિષ્ણાંત કાર્ડીઓલોજીસ્ટ દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશનનો લાભ મળશે.

 

મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને પણ નિઃશુલ્ક સારવારનો લાભ મળશે.

જીસીએસ હોસ્પિટલમાં હૃદય રોગની સુરક્ષિત રીતે તપાસ, સારવાર, ઓપરેશન માટે નિષ્ણાંત કાર્ડીઓલોજીસ્ટસ ડો. તરુણ દવે અને ડો. જયેશ રાવલ તેમજ કાર્ડીઓથોરાસિક સર્જન ડો. સુરેશ ભાગ્ય અને ડો. અભિષેક પરમારની ટીમ કાર્યરત છે. અત્યાધુનિક કેથલેબ અને કાર્ડીઓથોરાસિક ઓપેરેશન થિયેટરથી સુસજ્જ કાર્ડિયાક વિભાગમાં મુખ્યમંત્રી અમૃતમ (મા) યોજના અને આયુષ્માન ભારત યોજનાના લાભાર્થીઓને પણ નિઃશુલ્ક સારવારનો લાભ મળશે.

 

જીસીએસ હોસ્પિટલ વિષે....

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે જે સામાન્ય માણસની કોઈ પણ પ્રકારની હેલ્થકેર જરૂરિયાત પુરી કરવા સક્ષમ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application