તાપી જિલ્લા કલેકટર આર.જે.હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલ, નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો, એ.જી.ઓડિટના બાકી પેરાઓ, નિકાલ માટેના બાકી કાગળો, બાકી વસુલાત, ખાતાકિય તપાસ કામગીરીની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેક્ટરશ્રીએ તાપી જિલ્લામાં કોરોના વાયરસ COVID-19 સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે તમામ કચેરીઓમાં તકેદારી રાખવા બાબતે માર્ગદર્શન આપતા કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું ચસ્ત રીતે પાલન થાય અને કચેરીઓમાં આવતા
અરજદારો ફરજિયાત માસ્ક પહેરી આવે અને સોશ્યલ સિસ્ટનીંગ જળવાઈ રહે તે રીતે કચેરીમાં પ્રવેશ અપાય, શક્ય હોય ત્યાંસુધી રૂબરૂ મુલાકત ટાળી ટેલિફોનક વાત કરીને અરજદારની રજુઆતનુ નિવારણ કરવાની કાળજી રાખવા તમામ અધિકારીઓને સુચના આપી હતી.
આ સંદર્ભે જિલ્લામાં આવેલ તમામ કચેરીઓમાં તાત્કાલિક કોરોના કો-ઓર્ડીનેટરની નિમણૂંક કરવાની પણ તાકીદ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500