મહિલા સામખ્ય-તાપી દ્વારા સોનગઢ તાલુકાના મૈયાલી ગામે પોષણ માસની ઉજવણી નિમિતે પોષણ અને કોરોના જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે પોષણને ધ્યાનમાં રાખી વાનગી સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમા સંઘના ૧૨ બહેનોએ વિભિન્ન વાનગીઓ બનાવી સ્પર્ધામાં ભાગ લઈ ગામડામાં મળતી વિવિધ શાકભાજી અને ખાસ કરીને ચોમાસા દરમિયાન વાડામાં થતી શાકભાજીનો ઉપયોગ કરી આરોગ્યપ્રદ અને પારંપરિક વાનગીઓ બનાવી હતી.
વાનગીની બનાવટ અને તેમાંથી મળતા પોષણને ધ્યાનમાં રાખી ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા અને વિજેતાઓને સ્ટીલના ડબ્બા સ્વરૂપે ઈનામ આપવા આવ્યાં હતા. સ્પર્ધામાં ભાગ લીધેલ બહેનોને પણ પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. મહિલા સામખ્યના કાર્યકર્તા કાર્યક્રમમાં સંઘના ૩૦ બહેનો તથા સી.આર.પી.ગીતા ચૌધરી, સેજલ કોકણી, વર્ષા ચૌધરી હાજર રહ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500