નવી દિલ્હી:દેશભરના મેડિકલ સ્ટોરમાં ઓછા ભાવે દવાઓ ઉપલબ્ધ બને તે માટે કેન્દ્ર સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે.કેન્દ્ર સરકારે દેશના તમામ મેડિકલ સ્ટોરને ઓછા ભાવની જેનેરિક દવાઓ રાખવાનો આદેશ કર્યો છે.આ અંગે ટૂંક સમયમાં એક કાયદો પણ લાવનાર છે.જેના પગલે દવાની તમામ દુકાનોમાં સરળતાથી સસ્તી દવાઓ ઉપલબ્ધ બનશે.હવે લોકોને મોંઘા ભાવની દવાઓ ખરીદવી નહીં પડે. સાથે જ સરકારે એવું પણ ફરમાન કર્યું છે કે કોઈ પણ મેડિકલ સ્ટોર મોંઘી દવા ખરીદવા માટે લોકોને ફરજ નહીં પાડે.
સરકાર લોકોને સસ્તા ભાવની જેનેરિક દવા સરળતાથી ઉપલબ્ધ બને તે દિશામાં કામ કરી રહી છે અને ત્રણ મહિનાની અંદર જ આ નવો કાયદો લાગુ પાડી દેવામાં આવશે.શુક્રવારે ડ્રગ કન્ટ્રોલર ઓફ ઈન્ડિયાની બેઠક મળી હતી.જેમાં એવું જણાવાયું હતું કે,આરોગ્ય મંત્રાલયે આ આદેશ કર્યો હતો કે જે હેઠળ દેશનાં તમામ રાજ્યોનાં મેડિકલ સ્ટોરને પહેલેથી જ એડ્વાઈઝરી જારી કરી દેવામાં આવી છે.એડ્વાઈઝરીમાં જણાવાયું છે કે,દેશના તમામ મેડિકલ સ્ટોરમાં જેનેરિક દવાઓ રાખવી ફરજિયાત છે.આ માટે દવાની દુકાનમાં સત્તાવાર રીતે જેનેરિક દવાનો એક અલગ કબાટ રાખવું પડશે અને તેના પર મોટા અક્ષરોમાં જેનેરિક દવા એવું લખવું પડશે કે જેથી લોકોને સરળતાથી તે દેખાય.સાથે જ એવી પણ ચેતવણી આપવામાં આવી છે કે જે મેડિકલ સ્ટોર સસ્તા ભાવની જેનેરિક દવાઓ ફરજિયાત રાખવાના આદેશનો અમલ નહીં કરે એવા તમામ મેડિકલ સ્ટોર્સનાં લાઈસન્સ રદ કરી નાંખવામાં આવશે.આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું છે કે,છેલ્લાં ચાર વર્ષમાં જેનેરિક દવાની ૩૨૦૦ નવી દુકાનો ખોલવામાં આવી છે.આ અગાઉ જેનેરિક દવાઓની દુકાનોની સંખ્યા માત્ર ૪૦૦ જ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application