Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગફલતભરી રીતે વાહન હંકારતા બે વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી

  • September 19, 2020 

ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોએ આજરોજ વાહન ચેકિંગ દરમિયાન બે જુદાજુદા સ્થળ પરથી પુર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારતા બે વાહનચાલકો સામે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ઉચ્છલના ત્રણ રસ્તા પાસેથી ખુશાલભાઈ ખાજીયાભાઈ વળવી રહે, ભૂરીવેલ ગામ, કાટી ફળિયું તા.સોનગઢ નાઓ પોતાની કબજાની મોટર સાયકલ નંબર જીજે/26/ઇ/2186 ને લાયસન્સ વગર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા પકડાઈ ગયો હતો. તેમજ બીજા બનાવમાં ઉચ્છલ ફોરેસ્ટ ઓફીસ સામે અજયભાઈ આનંદ માવચી રહે,કારેઘાટ,આશ્રમ ફળિયું તા.નવાપુર જી.નંદુરબાર નાએ પોતાના કબજાની કેટીએમ-ડ્યુક ગાડી નંબર જીજે/26/આર/7460 ને લાયસન્સ વગર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા પકડાઈ ગયો હતો. ઉચ્છલ પોલીસે બંને મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application