Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અંકિતભાઈ નાયકે બીજીવાર પ્લાઝમાં દાન કરી, વડાપ્રધાનશ્રીને બર્થ-ડે ગીફટ આપી અંકિતભાઈ નાયકે  જન્મ દિવસે પ્રથમવાર પ્લાઝમા ડોનેટ કર્યું હતું

  • September 18, 2020 

૧૭ મી સપ્ટેમ્બર એટલે સુરતના અંકિત નાયકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે બીજીવાર પ્લાઝમાં ડોનેટ કરી બર્થ-ડે ગીફટ આપી, ઉમદા સેવાકીય પ્રવૃત્તિનું ઉદાહરણ પુરૂ પાડયુ છે.  છે.  ઉલ્લેખિનય છે કે, અંકિતભાઇએ પોતાના જન્મદિવસે પ્રથમવાર પ્લાઝમાં ડોનેટ કર્યું હતું. નવસારીના સાંસદ સાહેબશ્રી સી.આર. પાટીલ સાહેબે વિડીયો કોલ મારફતે અંકિતભાઈને અભિનંદન પાઠવ્યા હતા. 

 

દેશમાં માર્ચ મહિનાથી કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે દેશના યુવા ધનને અંકિતભાઇએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસે પ્લાઝમાં દાન કરી નુતન સંદેશ આપ્યો છે.  અંકિતભાઈ નાયક  એક વર્ષ પહેલાની માનનીય વડાપ્રધાનશ્રીને બર્થ ડે પર મળ્યા હતા. આજે રૂબરૂ મળી તો નથી શક્યતા પણ ગીફ્ટ સ્વરૂપે પ્લાઝમા આપવા અંકિતભાઈ પોતાની પત્ની સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.  કોરોનાની મહામારીમાં કોરોના સંક્રમિત દર્દીઓને પ્લાઝમાની જરૂર પડતી હોય  છે.

 

અંકિતભાઈ નાયક વિવિધ સેવાકીય પ્રવૃતિ કરે છે.  કોરોના મહામારી દરમિયાન ભીડ ભંજન મહાદેવ મંદિર,ઉધના ગામ ખાતેથી  પ્રથમ લોક ડાઉન થી છેલ્લા લોક ડાઉન સુધી અવિરત ભીડ ભંજન મહાદેવ મંદિરની ટીમ સાથે મળી દરેક જગ્યાએ  ૩૫,૦૦૦ ફુડ પેકેટ વિતરણ કર્યું હતું.   ઉધના વિસ્તારની આશરે ૨૦ જેટલી સોસાયટીઓ, ડી.જી.વી.સી.એલ,પોલીસ સ્ટેશન,બેંક જેવી સરકારી ઓફિસોમાં  ૩૫૦૦ જેટલા કુટુંબને હોમોયોપેથિક દવા આસેઁનિક ૩૦ નું વિતરણ કર્યું હતું. અંકિતભાઇએ વડાપ્રધાનશ્રીના જન્મદિવસે ઉત્તમ સેવાકીય પ્રવૃત્તિનું ઉદાહરણ પુરૂ પાડયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application