સરદાર સરોવર નર્મદા બંધ દરવાજા લગાવ્યા બાદ સતત બીજા વર્ષે તેની પૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટરે પહોંચ્યો છે ત્યારે ૧૭મી સપ્ટેમ્બરે નર્મદા બંધ ખાતે નર્મદા મંત્રી યોગેશભાઈ પટેલ તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ ના એમ.ડી રાજીવકુમાર ગુપ્તાના હસ્તે માં નર્મદાના નિરના વધામણાં કરાયા હતા અને નર્મદા મૈયાની પૂજા અર્ચના કરાઈ હતી તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતેથી સરદાર સરોવર નર્મદા બંધના નીરના ઇ-વધામણા કર્યા હતા.
૧૭મીએ દેશ ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ૭૦ મો જન્મ દિવસ છે ત્યારે ગત વર્ષે આજ દિવસે વડાપ્રધાન મોદી નર્મદા મહોત્સવ માં ઉપસ્થિત રહ્યા હતા અને માં નર્મદાની પૂજા અર્ચના કરી હતી અને નર્મદાના નિરના વધામણાં કર્યા હતા ત્યારે મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે, દેશના વડા પ્રધાન ના અથાક પ્રયત્નો થકી નર્મદા બંધ ઉપર દરવાજા લાગ્યા તેમજ આજે ડેમ સંપૂર્ણપણે ભરી શકાયો છે ઉપરાંત આજના દિવસે તમામ ને શુભેચ્છાઓ પાઠવી હતી.
આજના પ્રસંગે નર્મદા નિગમ ના એમ.ડી રાજીવકુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે,આજે નર્મદા બંધ બીજીવાર સંપૂર્ણ સપાટીએ ભરાયો છે હાલ ડેમ માં પાણીનો લાઇવ જથ્થો ૫૮૭ કરોડ ઘનમીટર છે. સરદાર સરોવર નર્મદા બંધ એન્જિનિયરિંગનું એક અદ્ભુત ઉત્તમ નમૂનો છે જોવા જઈએ તો સરદાર સરોવર નર્મદા બંધમાં જેટલું સ્ટીલ અને કોન્ક્રીટ વપરાયું છે તેના દ્વારા ૨૭ બુર્જખલીફા બિલ્ડીંગ બનાવી શકાય છે બીજી રીતે જોઈએ તો લંડન થી ન્યૂયોર્ક સુધી ૫.૫ હજાર કિલોમીટરનો પાકો કોન્ક્રીટનો રસ્તો જે ૧૭ સેન્ટીમીટર જાડાઈ ૦૨ મીટર પહોળાઈ નો બની શકે તેટલું કોન્ક્રીટ સરદાર સરોવર નર્મદા બંધમાં વપરાયું છે નર્મદા ના પાણીથી ૦૨ થી ૦૪ લાખ હેક્ટર ખેતીને લાભ થશે ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ સુધીના કરોડો લોકોને ૦૧ વર્ષ સુધી પીવાનું પાણી પૂરું પાડી શકાશે. હાલ નર્મદા બંધ ખાતે ૩.૨૫ કરોડ મિલિયન યુનિટ વીજળી નું ઉત્પાદન થઈ રહ્યું છે જેની કિંમત ૧૩.૨૫ કરોડ રૂપિયા છૅ.
વડાપ્રધાન મોદીએ ડેમના દરવાજા નું લોકાર્પણ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ ના રોજ ૩૦૦ થી વધી સાધુ સંતોની ઉપસ્થિતિ માં વડાપ્રધાન મોદીએ ડેમના ૩૦ દરવાજા લગાવ્યા બાદ પૂજા અર્ચના કરી ગેટ બંદ કરાયા હતા બાદ પ્રથમ વાર નર્મદા બંધ સંપૂર્ણ ભરાતા ૮ ઓગષ્ટ ૨૦૧૯ના રોજ ડેમના દરવાજા ખોલવામા આવ્યા હતા આજે ફરી નર્મદા બંધ સંપૂર્ણ ભરાયો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500