Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલ નજીકની હોટલના પાર્કિંગ માંથી 11 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ

  • September 17, 2020 

ઉચ્છલ તાલુકાની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ઉપર આવેલ શિવ સાગર હોટલના મેદાનમાંથી એક ટ્રક નંબર જીજે/19/ટી/5002 ની અંદર તપાસ કરતા ગેરકાયદેસર રીતે લઈ જવાતી 11 નંગ ભેંસો મળી આવી હતી.

 

તમામ પશુઓને ખીચોખીચ અને ટુંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા હોય અને કોઇ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા હતું.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ પરસોત્તમભાઈ ફૂલચંદભાઈની ફરિયાદના આધારે ટ્રક ચાલક લોંગાખાન કાજીખાન આલીસાર હાલ રહે, કામરેજ,દાદા ભગવાનના મંદિર પાસે, નવાગામ જી.સુરત નાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી હાદીખાન આલીસર ને વોન્ટેડ જાહેર કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application