બોલેરો પીકઅપ ટેમ્પોની અંદર ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી લઇ જવાતી ગાયો અને એક વાછરડુને ઉગારી લઇ કસુરવારો સામે ઉચ્છલ પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર ઉચ્છલ તાલુકાની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 ઉપર કટાસવાણ નજીકના બેડકી નાકા પાસથી આજરોજ વાહન ચેકીંગ દરમિયાન એક બોલેરો પીકઅપ ટેમ્પો નંબર જીજે/26/ટી/7192 ની અંદરતપાસ કરતા 2 નંગ ગાય તથા 1 નાનુ વાછરડુ મળી આવ્યું હતું. પશુઓને ખીચોખીચ અને ટુંકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઈ ઘાસ ચારો કે પાણીની સગવડ વિના લઈ જતા હોય અને કોઇ પ્રાથમિક સારવારના મેડીકલ સાધનો તથા સક્ષમ અધિકારીના કે વેટેનરી ઓફિસરના પ્રમાણ પત્રો વિના ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બાહર આવ્યું હતું.
બનાવ અંગે પોલીસકર્મી દાનુભાઈ રણછોડભાઈની ફરિયાદના આધારે (1) મોહમદ રામતલ્લા ખાન હાલ રહે, ડોંડાઈચા ગામ માર્કેટમાં તા.શિંદખેડા જી.ધુલિયા-મહારાષ્ટ્ર નાઓ વિરુદ્ધ ઉચ્છલ પોલીસ મથકે ગુનો દાખલ કરી (2) એલમ હૈદર આલીસર હાલ રહે, કડોદ મઢી રોડ-બારડોલી અને (3) મીર હસન ઉરસ હાલ રહે, ડોંડાઈચા ગામ માર્કેટમાં તા.શિંદખેડા જી.ધુલિયા-મહારાષ્ટ્ર ને વોન્ટેડ જાહેર કરી નીમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500