કાતિલ કોરોના ના કહેર વચ્ચે જીલ્લામાં સંક્રમણની ચેનલ તૂટવાને બદલે બમણા જોરે વધી રહી છે, તાપી જીલ્લામાં આજે વધુ 16 વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કેસની કુલ સંખ્યા 511 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 393 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 95 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.16મી સપ્ટેમ્બર બુધવાર નારોજ જીલ્લામાં કોરોના ના વધુ 16 કેસ નોંધાયા છે. વાલોડમાં 2 કેસ, વ્યારામાં 6 કેસ,સોનગઢમાં 7 કેસ, ઉચ્છલમાં 1 કેસ મળી કુલ 16 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
16મી સપ્ટેમ્બરે તાપીમાં નોંધાયેલા પોઝીટીવ કેસો
(1) 70 વર્ષિય પુરુષ, પેલાડ બુહારી-વાલોડ
(2) 32 વર્ષિય પુરુષ, સરીતા નગર-વ્યારા
(3) 72 વર્ષિય મહિલા, કણબીવાડ,કાનપુરા-વ્યારા
(4) 86 વર્ષિય પુરુષ, કાનપુરા-વ્યારા
(5) 37 વર્ષિય પુરુષ, સુરભી ટાવર-વ્યારા
(6) 59 વર્ષિય પુરુષ, સુરજી એસ્ટેટ-વ્યારા
(7) 36 વર્ષિય પુરુષ, જમાદાર ફળિયું,નવાગામ-સોનગઢ
(8) 42 વર્ષિય પુરુષ, દાદરી ફળિયુ,પીપળકુવા-સોનગઢ
(9) 06 વર્ષિય બાબો, દાદરી ફળિયુ-દોણ-સોનગઢ
(10) 20 વર્ષિય પુરુષ, દાદરી ફળિયુ-દોણ-સોનગઢ
(11) 28 વર્ષિય પુરુષ, ભુરીવેલ વર્કશોપ-ઉકાઇ-સોનગઢ
(12) 19 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયુ,ઝાડપાટી-સોનગઢ
(13) 35 વર્ષિય પુરુષ, દાદરી ફળિયું,જામખડી-સોનગઢ
(14) 24 વર્ષિય મહિલા, બાબરઘાટ-ઉચ્છલ
(15) 25 વર્ષિય મહિલા, બાવરી ફળિયું,અંબાચ-વાલોડ
(16) 29 વર્ષિય પુરુષ, બંગલી ફળિયુ,ચાંપાવાડી-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500