Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા પાલિકાની સામાન્ય સભામાં શાસકપક્ષ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ, વિપક્ષના વિરોધ વચ્ચે વિવિધ કામોને બહુમતી સાથે બહાલી

  • September 15, 2020 

વ્યારા નગરપાલિકાની યોજાયેલ સામાન્ય સભામાં વિરોધપક્ષ દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી હતી. અને શાસકપક્ષ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો હતો.

 

વ્યારા નગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં શરૂઆતથી જ નગરપાલિકા દ્વારા જે ડમ્પિંગ સાઇટ પર કચરો પ્રોસેસ કરવાની કંપનીને 700 રૂપિયા પ્રતિ ટન નો ભાવ આપવામાં આવે છે જેની સામે બીજી નગરપાલિકામાં 350 રૂપિયા પ્રતિ ટનનો ભાવ છે એટલે 700 રૂપિયા પ્રતિ ટનના હિસાબે  પ્રતિદિવસ લેખે 14000 રૂપિયા એક દિવસના અને એક મહિનાના ચાર લાખ વીસ હજાર રૂપિયા પ્રમાણે એક વર્ષના ૫૦ લાખ ૪૦ હજાર રૂપિયા થાય અને ખરેખર તો આનો ભાવ 350 રૂપિયા પ્રમાણે એક વર્ષના bill ના રૂપિયા 25 લાખ જેટલા જ થાય છે તો બીજા ૨૫ લાખ રૂપિયા  કોના ખિસ્સામાં જવાના છે?

 

 

આ બાબતે સવાલ કરતા સભામાં પ્રમુખ મહેરનોઝ જોખી એ ઉડાઉ જવાબ આપ્યા હતા જેને લઇને વિપક્ષે આક્રમક વલણ અપનાવ્યું હતું. અને કોન્ટ્રાક્ટરની તરફદારી ન કરવા માટે જણાવ્યું હતું એ પ્રમાણે ટીપી કમિટી ની જે મિટિંગ થઈ ઍના જે ઠરાવો કર્યા છે ઍ મુજબ રૂપિયા પાંચ કરોડથી વધારેનું ઉઘરાણું ભાજપના શાસકોએ કરેલું છે ટીપી માંથી જમીનનું રિઝર્વેશન ઉઠાવી લેવાના નામે કેટલાય લોકોની જમીન છૂટી કરાવી દે એમ કરીને પાંચ કરોડ રૃપિયા જેટલી માતબર રકમ આ લોકોએ નગરમાંથી ઉઘરાવી છે અને ભ્રષ્ટાચારની ગંગોત્રી વહેવડાવી છે આ ઉપરાંત નગરપાલિકા દ્વારા કાનપુરા પાસેના પુલની પાસે રોડ બનાવવામાં આવી રહ્યો છે અને ભુંગળા નાખવાનું  કામ છે એના માટે કોન્ટ્રાક્ટરને ટેન્ડર મુજબ નક્કી થયેલી રકમ કરતાં દસ લાખ રૂપિયા જેવી રકમ વધારે આપી.

 

જે બાબતે ગત સામાન્ય સભામાં ચર્ચા થયા મુજબ કાર્યવાહી થશે એવું આશ્વાસન આપવામાં આવેલું પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં વિપક્ષના સભ્યોએ દસ લાખ રૂપિયાની રિકવરી કરવા માટેનો ઠરાવ કરવાનો મુદ્દો પકડી રાખતા ભાજપના તમામ સભ્યો ભ્રષ્ટાચારની બાબતે ખુલ્લા પડી ગયા હતા અને સામાન્ય સભા ના તમામ મુદ્દા સર્વાનુમતે મંજૂર કરીને સામાન્ય સભામાં થી ભાગી નીકળ્યા હતા સમગ્ર પાંચ વર્ષના શાસન દરમિયાન ભ્રષ્ટાચારની ગંગોત્રી વ્યારા નગરપાલિકા માંથી વહે છે એનો આ જીવતો જાગતો પુરાવો એ લોકોએ સામાન્ય સભા માંથી ભાગી ને આપ્યો છે અને કાયમ જ ભ્રષ્ટાચારના મુદ્દે ચર્ચા કરવાની બદલે આ લોકો સામાન્ય સભા છોડીને ભાગી શા માટે જાય છે ??

 

એ સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય છે અને કોઈ મુદ્દા નો યોગ્ય જવાબ ન આપી શકાતા સભાના પ્રમુખ દ્વારા દલિત કોર્પોરેટર નિમેષ સરભોણીયા પર વ્યક્તિગત આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઇને મામલો ગરમાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application