અખિલ ભારતીય વિધાર્થી પરિષદ તાપી દ્વારા આજરોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તે અનુસાર હાલ આપણા વિસ્તાર એટલે કે તાપી (વ્યારા) ખાતે ડીગ્રી કોલેજ જેમ કે,
એગ્રીકલ્ચર તેમજ એજીનરીંગ જેવી ડીગ્રીઓના એડમીશન માટે કોઈ Help Center આપવામાં આવ્યું નથી. જેના કારણે અહીના ગ્રામ્ય વિસ્તારનાં વિધાર્થીઓને એડમીશન માટે સુરત, બારડોલી, નવસારીનાં Help Center સુધી મુસાફરી કરવી પડે છે. જે આ કોરોના જેવી મહામારીનાં સમયમાં ખુબ ગંભીર પ્રશ્ન બની ગયો છે. તેથી અમો વ્યારા તેમજ
તાપીની આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારનાં વિદ્યાર્થીઓ વિનંતી કરીએ છીએ કે એક Help Center વ્યારા ખાતે પણ ચાલુ કરો જેથી અમારે આવી લાંબી મુસાફરી ન કરવી પડે અને અમારો સમય પણ બચાવી શકાય.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500