કાતિલ કોરોના ના કહેર વચ્ચે જીલ્લામાં સંક્રમણની ચેનલ તૂટવાને બદલે બમણા જોરે વધી રહી છે. વ્યારા ખાતે ડીડીઓના બંગલામાં કામ કરતા બે કર્મીઓ સહિત તાપી જીલ્લામાં વધુ 18 વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ સાથે જીલ્લામાં કુલ કેસની સંખ્યામાં 491 પર પહોચી છે. જીલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધી 380 દર્દીઓ કોરોના સામે જંગ જીત્યા છે. જયારે 88 થી વધુ દર્દીઓ કોરોના સામે લડી રહ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.14મી સપ્ટેમ્બર સોમવાર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 18 કેસ નોંધાયા છે. સોનગઢમાં 8 કેસ, વાલોડમાં 5 કેસ અને વ્યારામાં 4 કેસ અને ઉચ્છલમાં 1 કેસ મળી કુલ 18 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. તાપી ડીડીઓ સહિત કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 491 પર પહોંચી ચુક્યો છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ વધુ 10 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 380 દર્દીઓ કોરોનાની સારવાર લઇ સાજા થયા છે.
14મી સપ્ટેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 58 વર્ષિય મહિલા, ગોલાવડ ફળિયું,બુહારી-વાલોડ
(2) 50 વર્ષિય પુરુષ, બુહારી-વાલોડ
(3) 31 વર્ષિય મહિલા, CHC ક્વાર્ટર્સ-વાલોડ
(4) 65 વર્ષિય મહિલા, સુંદર નગર-વાલોડ
(5) 25 વર્ષિય પુરુષ, વાણિયા ફળિયું,બુહારી-વાલોડ
(6) 51 વર્ષિય મહિલા, કોલીવાડ-વ્યારા
(7) 32 વર્ષિય પુરુષ, સર્વન્ટસ ક્વાર્ટર્સ,ડીડીઓ બંગલો-વ્યારા
(8) 33 વર્ષિય મહિલા, સર્વન્ટસ ક્વાર્ટર્સ,ડીડીઓ બંગલો-વ્યારા
(9) 60 વર્ષિય મહિલા, હાઇસ્કુલ ફળિયું,ઘાટા-વ્યારા
(10) 17 વર્ષિય મહિલા, લુહાર ફળિયું,ટોકરવા-સોનગઢ
(11) 19 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,સાદડવેલ-સોનગઢ
(12) 17 વર્ષિય મહિલા, આમલી-સોનગઢ
(13) 42 વર્ષિય પુરુષ, આછલવા-સોનગઢ
(14) 36 વર્ષિય પુરુષ, દાદરી ફળિયું,ધમોડી-સોનગઢ
(15) 18 વર્ષિય પુરુષ, નિશાળ ફળિયું,ગાળકુવા-સોનગઢ
(16) 17 વર્ષિય મહિલા, નિશાળ ફળિયું,બુધવાડા-સોનગઢ
(17) 29 વર્ષિય મહિલા, સબસીડી ફળિયું,સીંગપુર-સોનગઢ
(18) 24 વર્ષિય પુરુષ, સેવટી-ઉચ્છલ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500