આજે 13મી સપ્ટેબર ના રોજને યુનો દ્વારા વિશ્વ આદિવાસી અધિકારીતા દિવસ તરીકે ઘોષિત કર્યો છે, જેને લઇ આજે આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના આદિવાસી સંઘટન દ્વારા સોનગઢના માંડળ ગામના ટોલ નાકા પર મોટી સંખ્યામાં એકજુથ થઈને જિલ્લાના તમામ આદિવાસીઓને સંપૂર્ણ ટોલ મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી હતી.
આજે યુનો દ્વારા ઘોષિત 14માં આદિવાસી અધિકાર દિવસ નિમિતે તાપીમાં આદિવાસી એકતા મંચ દ્વારા ટોલમાં આદિવાસીઓને છૂટછાટ મુદ્દે સવારથી વિરોધ વ્યક્ત કરાયો હતો.
સોનગઢના માંડલ ટોલ નાકે મોટી સંખ્યામાં સોસીયલ ડિસ્ટનસિંગ અને માસ્ક પહેરી આદિવાસીઓ ભેગા થઈને વિવિધ માંગ સાથેના પ્લેકાર્ડ બતાવી શાંતિપૂર્ણ રીતે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરયો હતો અને આગામી દિવસોમાં માંગ ન સંતોષાય તો 28મી સપ્ટેમ્બરે ઉગ્ર વિરોધની આગેવાનોએ ચીમકી આપી હતી.આદિવાસીઓ દ્વારા થઈ રહેલા વિરોધ ને પગલે તાપી પોલીસનો કાફલો માંડલ ટોલ નાકે ખડકી દેવાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500