ઉચ્છલ : ઉચ્છલના કટાસવાણ ગામની સિમ માંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 53 પરથી આજરોજ વાહન ચેકીંગ દરમિયાન એક મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી નંબર એમએચ/15/સીટી/4351 માં તપાસ હાથ ધરવામાં આવતા.
ગાડી માંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની કુલ 952 બાટલીઓ મળી આવી હતી જેની કિંમત રૂપિયા 44,720/- ના દારૂના જથ્થા સાથે ભરતભાઈ જગદીશભાઈ વાઘ રહે,લામકની ગામ નહેરુનગર જી.ધુલિયા (મહારાષ્ટ્ર) નો પકડાઈ ગયો હતો.
તેની વધુ પૂછપરછ હાથ ધરતા દારૂનો જથ્થો મહારાષ્ટ્રના નિજામપુર ગામે રહેતો સુરેશભાઈ ઉર્ફે અન્ના પાસેથી લઇ આવી સુરત ના ઉધના સંજય નગરમાં રહેતી લતાબેન પાટીલ ને આપવા જતો હોવાનું જાણવા મળ્યું હતું.
આ બનાવમાં પોલીસકર્મી મિતેષભાઈ રમણભાઈ ની ફરિયાદના આધારે દારૂ,પકડાયેલ આરોપી પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન અને બોલેરો ગાડી મળી કુલ રૂપિયા 2,48,720/-નો મુદ્દામાલ જપ્ત કરી ઉચ્છલ પોલીસ મથકે ભરતભાઈ વાઘ વિરુદ્ધ ગુનો દાખક કરી બે જણાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500