કાતિલ કોરોના ના કહેર વચ્ચે આજરોજ તાપી જીલ્લામાં વધુ 8 વ્યક્તિઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે.
તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલાના જણાવ્યા અનુસાર તા.13મી સપ્ટેમ્બર રવિવાર નારોજ જીલ્લામાં કોરોનાના વધુ 8 કેસ નોંધાયા છે. સોનગઢમાં 2 કેસ,વાલોડમાં 3 કેસ અને વ્યારામાં 3 કેસ મળી કુલ 8 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક 473 પર પહોંચી ચુક્યો છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 27 દર્દીઓના મોત નીપજ્યા છે. આજરોજ વધુ 13 દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ 370 દર્દીઓ કોરોનાની સારવાર લઇ સાજા થયા છે.
13મી સપ્ટેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(1) 33 વર્ષિય મહિલા, હળપતીવાસ,ગોડધા-વાલોડ
(2) 37 વર્ષિય પુરુષ, CHC ક્વાર્ટર્સ-વાલોડ
(3) 40 વર્ષિય પુરુષ, દાદરી ફળિયું-,કલમકુઇ-વાલોડ
(4) 68 વર્ષિય પુરુષ, મહાવીર સોસાયટી,નવા બસ સ્ટેન્ડ પાસે-વ્યારા
(5) 63 વર્ષિય પુરુષ, ઘાટા-વ્યારા
(6) 50 વર્ષિય પુરુષ, KAPS,ઊંચામાળા-વ્યારા
(7) 35 વર્ષિય પુરુષ, નવાગામ-સોનગઢ
(8) 29 વર્ષિય પુરુષ, CISF કોલોની,સીંગલખાંચ-સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500