દહેજ પેટે ૬ લાખ રૂપિયાની માંગણી કરી શારિરીક-માનસિક ત્રાસ ગુજારી દોઢ મહિના અગાઉ બેરહમી પૂર્વક માર મારનાના ઍસઆરપીઍફમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પતિ અને સાસુ સહિત ત્રણ વિરૂધ્ધ પરિણીતાઍ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ગોડાદરા સ્થિત સુપર સિનેમા નજીક પ્રિયંકા રો હાઉસમાં રહેતા રાહુલ રામહરિ રામટકેની પુત્રી પાયલ (ઉ.વ. ૨૬) ના લગ્ન વર્ષ ૨૦૧૫ના મે મહિનામાં મહારાષ્ટ્ર-નાગપુરના હીંગણા ઍસઆરપીઍફ કેમ્પમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પદમપાલ વામનરાવ ચવરે (રહે. ધનજબુદરૂ, તા. કારંજાલાડ, જિ. વાસિમ, મહારાષ્ટ્ર) સાથે થયા હતા અને સંતાનમાં ૪ વર્ષનો પુત્ર છે.
લગ્નના ૬ મહિના બાદ પતિ પદમપાલે નાગપુરમાં ઘર ખરીદવા માટે પિયરમાંથી ૬ લાખ રૂપિયા લઇ આવવા પાયલને શારિરીક-માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. સાસુ કુસુમ અને જેઠ જ્યોતિપાલ પણ પાયલને તું કરિયાવરમાં ઓછું લાવી છે અને તું પદમપાલ કરતા ઓછું ભણેલી છે ઍમ કહી માનસિક ત્રાસ ગુજારતા હતા. દરમ્યાનમાં ગત તા.૧૪ જુલાઇના રોજ તું તારા પિયરમાંથી પૈસા લાવી છે કે નહીં ઍમ કહી પતિ પદમપાલે અત્યંત બેરહમી પૂર્વક માર મારતા પાયલ બેભાન થઇ ગઇ હતી અને પુત્રને છીન્વી લીધો હતો.
જેને પગલે પાયલે પતિ, સાસુ અને જેઠ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500