રીંગરોડ માનદરવાજા વિસ્તારની જાગનાથ સોસાયટીમાં રહેતા જરીના કારખાનેદાર ભુપેન્દ્ર મણીલાલ રાણા (ઉ.વ. ૬૫) ગત રોજ ઍક્ટીવા મોપેડ પર દિલ્હી ગેટ સ્થિત લોર્ડસ પ્લાઝા હોટલમાંથી હેલ્થ પરમીટના ૪૦ નંગ બિયર લઇ પરત જઇ રહ્ના હતા. તે દરમ્યાન સલાબતપુરા શાસ્ત્રીનગર નજીક ખુલ્લા મેદાન પાસે રીક્ષામાં ધસી આવેલા ત્રણ યુવાનોઍ ભુપેન્દ્રભાઇને અટકાવી ઍક તમાચો મારી દીધો હતો અને ચાલો રીક્ષામાં બેસી જાવ, તમારૂ ઍક્ટીવા અમે પોલીસ સ્ટેશન લઇ જઇઍ છીઍ અને કેસ કરવો પડશે ઍમ કહ્યું હતું.
જેથી ભુપેન્દ્રભાઇઍ તુરંત જ પુત્ર કપિલને ફોન કરતા તે દોડી આવ્યો હતો. પોલીસનો સ્વાંગ રચનાર ત્રણેય ગઠિયાઍ જો કેસ ના કરવો હોય તો વહીવટ માટે ૧૦,૦૦૦ રૂપિયા આપવા પડશે, નહીં તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી હતી. જેથી કપિલે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સલાબતપુરા પોલીસની મોબાઇલ વાન આવી જતા પોલીસનો સ્વાંગ રચનાર મોહમંદ હુસૈન મોહમંદ ઇકબાલ પાટીદાર (ઉ.વ. ૩૪ રહે. રૂમ નં. ૮, બિલ્ડીગં નં. સી ૩૦, ભેસ્તાન આવાસ) અને મુસા કમલ શા (ઉ.વ. ૩૪ રહે. ગલી નં. ૧૭, પદમાનગર, માનદરવાજા) ઝડપાય ગયા હતા. જયારે તેમનો સાથીદાર જિશાન ઉર્ફે મુન્ના અંસાર (રહે. ખ્વાજાનગર, માનદરવાજા) ભાગી જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500